હોમ પેજ / રેસિપી / જૈન ઈડલી સંભાર

Photo of Jain idli sambhar by Bhumi G at BetterButter
750
4
0.0(0)
0

જૈન ઈડલી સંભાર

Oct-08-2018
Bhumi G
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જૈન ઈડલી સંભાર રેસીપી વિશે

આ ઈડલી સંભાર જૈન છે પણ ખુબજ સ્વાદિષ્ટ અને સાત્વિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • દક્ષિણ ભારતીય
  • પ્રેશર કુક
  • ઉકાળવું
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ઈડલી બેટર માટે
  2. ૩ કપ ઈડલી ના ચોખા
  3. ૧ કપ અડદ ની દાળ
  4. નમક સ્વાદાનુસાર
  5. ૧ કપ છાસ
  6. પાણી જરૂરિયાત અનુસાર
  7. સંભાર માટે
  8. ૨ કપ તુવેર ની દાળ
  9. ૧ લીંબુ નો રસ
  10. ૪ ગ્લાસ પાણી
  11. ૧ ચમચી સંભાર મસાલા પાવડર
  12. ૧ ચમચી લાલ મરચું પાવડર
  13. ૧/૨ નાની ચમચી હળદરનો પાવડર
  14. નમક સ્વાદાનુસાર
  15. ૧ નાની ચમચી રાઇ
  16. ૨ ચમચી તેલ

સૂચનાઓ

  1. ઈડલી નું બેટર બનાવવા માટે દાળ અને ચોખા ને બરોબર ધોઇ લો.
  2. તેને ૨ કલાક પાણી માં પલાળી રાખો
  3. પછી તેને મિક્ષી માં છાસ અને પાણી નાખી ટર્ન બાય ટર્ન પીસી લો.
  4. તેને ૫/૬ કલાક માટે ગરમ જગ્યાએ રાખી દો.
  5. ત્યારબાદ બેટર માં નમક નાખી હલાવો
  6. ઈડલી ના સ્ટેન્ડ ને તેલ લગાવી તેમાં બેટર નાખી સ્ટીમ કરો ૧૫ થી ૨૦ મિનિટ માટે
  7. હવે સંભાર માટે દાળ ને ધોઈ કૂકર માં બાફવા મુકો.
  8. કૂકર ઠંડુ થાય એટલે તેને બ્લેન્ડ કરી લો.
  9. હવે દાળ ને તપેલી માં કાઢી ગેસ પર મધ્યમ આંચ પર મૂકો
  10. તેમાં બધા મસાલા કરો અને લીંબુ નાખી ૫ મિનિટ ઉકળવા દો
  11. હવે એક નાના કડાઈ માં વઘાર કરીએ
  12. વઘાર માટે તેલ ગરમ મૂકો
  13. તેલ ગરમ થાય એટલે રાઇ નાખી હિંગ નાખો
  14. તે વઘાર ને ઉકળતા સાંભર માં નાખો
  15. ૫/૭ મિનિટ ઉકાળી ગેસ બંધ કરી દો
  16. ગરમ ગરમ ઈડલી સંભાર પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર