ઘૂઘરા રગડા ચાટ | Ghughra ragada chat Recipe in Gujarati

ના દ્વારા Lipti Ladani  |  8th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Ghughra ragada chat recipe in Gujarati, ઘૂઘરા રગડા ચાટ, Lipti Ladani
ઘૂઘરા રગડા ચાટby Lipti Ladani
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  3

  લોકો

1

0

ઘૂઘરા રગડા ચાટ વાનગીઓ

ઘૂઘરા રગડા ચાટ Ingredients to make ( Ingredients to make Ghughra ragada chat Recipe in Gujarati )

 • (ઘુઘરા)
 • ૧.પોટેટો માવો એક નાનુ બાઉલ
 • ૨.બાફેલા લીલા વટાણા એક વાટકી
 • ૩.આદું, મરચાં પેસ્ટ ૨ ચમચી
 • ૪.મીઠું સ્વાદ અનુસાર
 • ૫.સુગર ૧ ચમચી
 • ૬.આમચૂર પાવડર ૧ ચમચી
 • ૭.ઘુઘરા મસાલો અથવા ગરમ મસાલો ૧ ચમચી
 • ૮.લાલ મરચું પાવડર ૧/૨ચમચી
 • ૯.આખા ધાણા અધકચરા વાટેલા ૧ ચમચી
 • ૧૦.લીલા ધાણા
 • ૧૧. મેદા નો લોટ એક બાઉલ
 • ૧૨.૩ ચમચી ધી,મીઠું સ્વાદ અનુસાર
 • ૧૩. પાણી
 • ૧૪.તેલ તડવા માટે
 • (રગડા માટે)
 • ૧.સફેદ વટાણા બાફેલા એક બાઉલ
 • ૨.એક બાફેલું બટાટા
 • ૩.આદુ મરચા પેસ્ટ
 • ૪.મીઠું સ્વાદ અનુસાર
 • ૫.રગડા મસાલો
 • ૬.ચાટ મસાલો ૧ ચમચી
 • ૭.તેલ વઘાર માટે
 • ૮.હડદર, જીરું, હિંગ
 • (સર્વિગ માટે)
 • લીલી ચટણી, મીઠી ચટણી, મસાલા શીગ,દાડમ ના દાણા, લીલા ધાણા, ચાટ મસાલો

How to make ઘૂઘરા રગડા ચાટ

 1. ૧.એક બાઉલમાં મેંદા નો લોટ લઈ ,તેમાં મીઠું, ધી નુ મોણ દઈ,પાણી થી લોટ બાધો.
 2. ૨.હવે એક બાઉલમાં બટેટાનો માવો,વટાણા ,મીઠું,સુગર, આમચૂર પાવડર, આદું મરચાં પેસ્ટ,ઘુઘરા મસાલો, અધકચરા વાટેલા ધાણા, લીલા ધાણા .બધુ બરાબર મિક્ષ કરી, માવો તૈયાર કરી લો.
 3. 3.હવે લોટ માથી નાની રોટલી વણી, તેમાં માવા નુ સ્ટફિંગ ભરી ઘુઘરા નો શેપમાં બધા ઘુઘરા વાડી લો.
 4. ૪.હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે બધા ઘુઘરા તળી લો ધીમા તાપે. ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે
 5. ૫.હવે એક કડાઈમાં ૨.ચમચી તેલ મુકી, તેમાં, જીરું, હિંગ,હડદર,આદું મરચાં પેસ્ટ,નાખી બાફેલા વટાણા એડ કરી એમાં,બાફેલું બટાકા નો માવો, મીઠું, ચાટ મસાલો, રગડા મસાલો, પાણી નાખી,સરસ રીતે હલાવી ને ધીમે તાપે ચડવા દેવું
 6. ૬.હવે ચડી જાય એટલે, એક પ્લેટમાં ઘુઘરા ના કટકા કરી, ઉપર રગડો નાખી, એની ઉપર લીલી ચટણી, મીઠી ચટણી, મસાલા શીગ,દાડમ ના દાણા, ચાટ મસાલો ,લીલા ધાણા, નાખી .સર્વ કરો

My Tip:

જૈન લોકો પોટેટો ની જગ્યાએ કાચા કેળા લઇ શકે છે

Reviews for Ghughra ragada chat Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો