હોમ પેજ / રેસિપી / વડા પાપડી ચાટ

Photo of Vada papdi chaat by Shraddha Patel at BetterButter
526
2
0.0(0)
0

વડા પાપડી ચાટ

Oct-08-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વડા પાપડી ચાટ રેસીપી વિશે

સૌ કોઈ ને ચાટ ખુબજ પસંદ હોય છે અને બધા ની ચાટ ની પસન્દગી પણ અલગ અલગ હોય છે જેમ કે કોઈ ને તીખી, કોઈને ગળી, કોઈ ને દહીં વાળી, કોઈ ને લસણ ડુંગળી થી ભરપૂર હોય એવી એમ પોતપોતાની અલગ પસંદગી હોય છે. અહીં આવી એક અલગ ચાટ બનાવી છે જેમાં બટાકા વડા અને પાપડી ની ચાટ બનાવેલી છે. ખુબજ સરસ ટેસ્ટી ચાટ છે તો જરૂર થી ટ્રાઈ કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. બે નંગ બટાકા
  2. એક કપ ચણા નો લોટ
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. 1/4 ચમચી હળદર
  5. ચપટી સોડા
  6. જરૂર મુજબ પાણી
  7. ચાર ચમચી બારીક સમારેલી કોથમીર
  8. એક ચમચી આદુ-મરચા ની પેસ્ટ
  9. 1/2 ચમચી લીંબુ નો રસ
  10. 1/4 ચમચી ગરમ મસાલો
  11. 1/2 કપ ખજૂર આમલી ની ગળી ચટણી
  12. 1/4 કપ કોથમીર મરચા ની લીલી ચટણી
  13. 1/2 કપ દહીં
  14. 8-10 પાપડી પુરી
  15. 1/2 કપ નાયલોન સેવ
  16. 1/4 કપ દાડમ ના દાણા
  17. એક ચમચી ચાટ મસાલો
  18. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટાકા ને બાફી લો.
  2. બટાકા બફાઈ ગયા બાદ તેની છાલ કાઢી ને છૂંદી લો. હવે તેમાં બે ચમચી કોથમીર, મીઠું, આદુ મરચા ની પેસ્ટ, લીંબુ નો રસ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ને ગોળા વાળી લો.
  3. એક બાઉલ મા ચણા નો લોટ, મીઠું, હળદર, સોડા અને પાણી ઉમેરી ખીરું બનાવો.
  4. હવે બટાકા ના ગોળા ચણા ના લોટ ના ખીરા મા ડુબાડી ગરમ તેલ મા તળી લો. વડા તૈયાર છે.
  5. હવે એક ડીશ લો અને તેમાં વડા ને હાથેથી દબાવી ને ગોઠવો.
  6. વડા પર પાપડી મૂકો. હવે તેના પર દહીં નાખો. (દહીં ને ફેંટી લેવું )
  7. હવે તેના પર લીલી ચટણી અને ખજૂર આમલી ની ચટણી નાખો.
  8. ત્યારબાદ તેના પર સેવ, કોથમીર અને દાડમ ના દાણા નાખો. હવે ચાટ મસાલો ભભરાવી ચાટ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર