Open in app

વડા પાપડી ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Shraddha Patel8th Oct 2018

Vada papdi chaat ના વિશે

Ingredients to make Vada papdi chaat in gujarati

  • બે નંગ બટાકા
  • એક કપ ચણા નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1/4 ચમચી હળદર
  • ચપટી સોડા
  • જરૂર મુજબ પાણી
  • ચાર ચમચી બારીક સમારેલી કોથમીર
  • એક ચમચી આદુ-મરચા ની પેસ્ટ
  • 1/2 ચમચી લીંબુ નો રસ
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/2 કપ ખજૂર આમલી ની ગળી ચટણી
  • 1/4 કપ કોથમીર મરચા ની લીલી ચટણી
  • 1/2 કપ દહીં
  • 8-10 પાપડી પુરી
  • 1/2 કપ નાયલોન સેવ
  • 1/4 કપ દાડમ ના દાણા
  • એક ચમચી ચાટ મસાલો
  • તળવા માટે તેલ

How to make Vada papdi chaat in gujarati

  1. સૌ પ્રથમ બટાકા ને બાફી લો.
  2. બટાકા બફાઈ ગયા બાદ તેની છાલ કાઢી ને છૂંદી લો. હવે તેમાં બે ચમચી કોથમીર, મીઠું, આદુ મરચા ની પેસ્ટ, લીંબુ નો રસ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ને ગોળા વાળી લો.
  3. એક બાઉલ મા ચણા નો લોટ, મીઠું, હળદર, સોડા અને પાણી ઉમેરી ખીરું બનાવો.
  4. હવે બટાકા ના ગોળા ચણા ના લોટ ના ખીરા મા ડુબાડી ગરમ તેલ મા તળી લો. વડા તૈયાર છે.
  5. હવે એક ડીશ લો અને તેમાં વડા ને હાથેથી દબાવી ને ગોઠવો.
  6. વડા પર પાપડી મૂકો. હવે તેના પર દહીં નાખો. (દહીં ને ફેંટી લેવું )
  7. હવે તેના પર લીલી ચટણી અને ખજૂર આમલી ની ચટણી નાખો.
  8. ત્યારબાદ તેના પર સેવ, કોથમીર અને દાડમ ના દાણા નાખો. હવે ચાટ મસાલો ભભરાવી ચાટ પીરસો.

Reviews for Vada papdi chaat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vada papdi chaat in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • પાપડી..

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes