Open in app

ઈનસ્ટંટ ગ્રીન ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Mumma's kitchen8th Oct 2018

Instant Green dhokla ના વિશે

Ingredients to make Instant Green dhokla in gujarati

  • 250 ગ્રામ મગ ની ફોતરા વાળી દાળ
  • 1 કપ ખાટુ દહીં
  • 1 કપ કોથમીર
  • 1 પેકેટ ઈનો સોડા
  • 2-3 ટેબલસ્પૂન ચણાનો લોટ
  • 3-4 લીલા તીખા મરચાં એક ટુકડો આદુ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 3-4 ટેબલસ્પૂન તેલ
  • 1/2 લીંબુનો રસ
  • વઘાર કરવા ની સામગ્રી --
  • 2-3 ટેબલસ્પૂન તેલ
  • 1 ટેબલસ્પૂન રાઇ જીરૂ
  • 2 ટેબલસ્પૂન તલ ચપટી હીંગ

How to make Instant Green dhokla in gujarati

  1. સૌ પ્રથમ મગ ની દાળ ને 2-3પાણી થી ધોઇ લો અને તેને ડુબે એટલુ પાણી નાખી ને 3 કલાક માટે પલાળી દો.
  2. ત્યાર બાદ પલાળેલી દાળ માથી થોડુ પાણી કાઢી તેને મિકસર ના જાર મા લઇ લો તેમા લીલા મરચાં આદુ અને કોથમીર ઉમેરી તેને કરકરુ પીસી લો
  3. આ બેટર બહુ પાતળુ ના રાખવુ, તેને પીસી ને એક બાઉલમાં મા લઇ લો. તેમા ચણા નો લોટ, દહી, મીઠુ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
  4. ત્યાર બાદ તેમાં એક પેકેટ ઈનો સોડા નાખી તેના ઉપર અડધુ લીંબુ નીચોવો અને તેને એકદમ ફટાફટ મિકસ કરી લો આ પ્રક્રિયા કરતા પહેલાં એક કડાઈમાં માં ઢોકળા ની થાળી મા થોડુ તેલ લગાવીને ને પ્રીહીટ કરવા માટે મુકી દો.
  5. હવે આ તૈયાર કરેલા મિશ્રણ ને પ્રીહીટ કરેલી થાળી મા રેડી તેને ઢાંકણ ઢાંકી ને 15 મિનીટ સુધી સ્ટીમ કરો.
  6. હવે ઢોકળા ને ચપુ વડે ચેક કરી લો અને જો આ ચપુ ક્લીન બહાર આવે તો સમજવું કે ઢોકળાં તૈયાર છે, આવી જ રીતે બીજી થાળી ઢોકળાં પણ બનાવી લો.
  7. ત્યાર બાદ એક વઘારીયા મા 2-3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં રાય અને જીરુ તથા તલ નાખી, ચપટી હીંગ,લીમડા ના પાન નાખી ને આ વઘાર તૈયાર થયેલી ઢોકળાં ની થાળી પર રેડી દો, અને તેના પર કોથમીર અને કોપરા ના ખમણ થી ગારનીશ કરી ને ગરમા ગરમ તીખી મીઠી ચટણી સાથે સર્વ કરો.
  8. આશા છે તમને મારા ઈનસ્ટંટ ગ્રીન ઢોકળા પસંદ આવ્યા હશે

Reviews for Instant Green dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Green dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes