હોમ પેજ / રેસિપી / ઈનસ્ટંટ ગ્રીન ઢોકળા

Photo of Instant Green dhokla by Mumma's kitchen at BetterButter
519
3
0.0(0)
0

ઈનસ્ટંટ ગ્રીન ઢોકળા

Oct-08-2018
Mumma's kitchen
180 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈનસ્ટંટ ગ્રીન ઢોકળા રેસીપી વિશે

આ ગ્રીન ઢોકળા પ્રોટીન થી ભરપુર છે, કારણ કે તે મગ ની ફોતરા વાળી દાળ ના બનાવવા મા આવ્યા છે, દરેક દાળ પ્રોટીન થી ભરપુર હોય છે તેથી તેમાથી બનાવેલી વાનગી પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે. ઢોકળા બનાવવા માટે જનરલી આપણે તેને આંથો લાવવા 10-12 કલાક લાગે છે, પરંતુ આ ઢોકળા બનાવવા માટે દાળ ને બે થી ત્રણ કલાક જ પલાળી ને બનાવી શકાય છે, તો ચાલો આજ આ હેલ્ધી ગ્રીન ઢોકળા કેવી રીતે બને તે શીખવાડીશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ મગ ની ફોતરા વાળી દાળ
  2. 1 કપ ખાટુ દહીં
  3. 1 કપ કોથમીર
  4. 1 પેકેટ ઈનો સોડા
  5. 2-3 ટેબલસ્પૂન ચણાનો લોટ
  6. 3-4 લીલા તીખા મરચાં એક ટુકડો આદુ
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. 3-4 ટેબલસ્પૂન તેલ
  9. 1/2 લીંબુનો રસ
  10. વઘાર કરવા ની સામગ્રી --
  11. 2-3 ટેબલસ્પૂન તેલ
  12. 1 ટેબલસ્પૂન રાઇ જીરૂ
  13. 2 ટેબલસ્પૂન તલ ચપટી હીંગ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મગ ની દાળ ને 2-3પાણી થી ધોઇ લો અને તેને ડુબે એટલુ પાણી નાખી ને 3 કલાક માટે પલાળી દો.
  2. ત્યાર બાદ પલાળેલી દાળ માથી થોડુ પાણી કાઢી તેને મિકસર ના જાર મા લઇ લો તેમા લીલા મરચાં આદુ અને કોથમીર ઉમેરી તેને કરકરુ પીસી લો
  3. આ બેટર બહુ પાતળુ ના રાખવુ, તેને પીસી ને એક બાઉલમાં મા લઇ લો. તેમા ચણા નો લોટ, દહી, મીઠુ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
  4. ત્યાર બાદ તેમાં એક પેકેટ ઈનો સોડા નાખી તેના ઉપર અડધુ લીંબુ નીચોવો અને તેને એકદમ ફટાફટ મિકસ કરી લો આ પ્રક્રિયા કરતા પહેલાં એક કડાઈમાં માં ઢોકળા ની થાળી મા થોડુ તેલ લગાવીને ને પ્રીહીટ કરવા માટે મુકી દો.
  5. હવે આ તૈયાર કરેલા મિશ્રણ ને પ્રીહીટ કરેલી થાળી મા રેડી તેને ઢાંકણ ઢાંકી ને 15 મિનીટ સુધી સ્ટીમ કરો.
  6. હવે ઢોકળા ને ચપુ વડે ચેક કરી લો અને જો આ ચપુ ક્લીન બહાર આવે તો સમજવું કે ઢોકળાં તૈયાર છે, આવી જ રીતે બીજી થાળી ઢોકળાં પણ બનાવી લો.
  7. ત્યાર બાદ એક વઘારીયા મા 2-3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં રાય અને જીરુ તથા તલ નાખી, ચપટી હીંગ,લીમડા ના પાન નાખી ને આ વઘાર તૈયાર થયેલી ઢોકળાં ની થાળી પર રેડી દો, અને તેના પર કોથમીર અને કોપરા ના ખમણ થી ગારનીશ કરી ને ગરમા ગરમ તીખી મીઠી ચટણી સાથે સર્વ કરો.
  8. આશા છે તમને મારા ઈનસ્ટંટ ગ્રીન ઢોકળા પસંદ આવ્યા હશે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર