હોમ પેજ / રેસિપી / રીંગણા નો ઓરો.

Photo of roasted eggplant by Hiral Pandya Shukla at BetterButter
328
2
0.0(0)
0

રીંગણા નો ઓરો.

Oct-08-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણા નો ઓરો. રેસીપી વિશે

ઠંડી મા ઓરો બહૂ જ ભાવતી વસ્તુ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • રાજસ્થાન
  • પેન ફ્રાય
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. રીંગણ મોટું એક
  2. ૩ ટમેટાં ઝીણા સમારેલા
  3. એક નાનકડી વાટકી કોબીજ સમારેલી
  4. આદુ મરચા ની પેસ્ટ એક ચમચી
  5. હળદર એક ચમચી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ચટણી એક ચમચી
  8. ધાણાજીરુ એક ચમચી
  9. ગરમ મસાલો એક ચમચી
  10. તેલ ત્રણ ચમચા
  11. સુકું લાલ મરચું એક
  12. તમાલપત્ર એક
  13. જીરું અને હીંગ વઘાર માટે
  14. લીંબુ નો રસ એક ચમચી
  15. ખાંડ એક ચમચી

સૂચનાઓ

  1. એક મોટું રીંગણ ધોઇને કોરું કરી એમાં ચમચી થી કાણાં પાડી લો.
  2. એનાં ઉપર તેલ લગાવો
  3. એને ગેસ પર મૂકી શેકી લો.
  4. સરસ શેકાઈ જાય એટલે ગેસ પર થી ઉતારી લો.
  5. એને થોડો ઠંડો થવા દો
  6. પછી એની કાળી છાલ ઉતારી લો.
  7. ચપ્પુ થી છુંદી લો
  8. કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ , સુકું મરચું અને તમાલપત્ર ઉમેરી સાંતળો
  9. ટમેટા, આદુ અને મરચા ની પેસ્ટ ઉમેરો.
  10. થોડું સાંતળો પછી કોબીજ અને બધા સુકા મસાલા ઉમેરો
  11. થોડી વાર સાંતળો.તેલ છુટે પછી રીંગણ નો છુંદો નાખી તેલમાં સાંતળો...
  12. દહી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર