હોમ પેજ / રેસિપી / શકકરીયા ની ફરાળી ખીચડી

Photo of Fast special sweet potato Khichdi by Mumma's kitchen at BetterButter
512
2
0.0(0)
0

શકકરીયા ની ફરાળી ખીચડી

Oct-08-2018
Mumma's kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકકરીયા ની ફરાળી ખીચડી રેસીપી વિશે

શકકરીયા એક હાઈ ફાઈબર શાક છે, જેથી તે પચવા મા ખુબ સુપાચ્ય હોય છે, જે લોકો ને ડાયાબિટીસ છે તે લોકો બટાટા ની ખીચડી નથી ખાઈ શકતા તો તે લોકો આ શકકરીયા ની ફરાળી ખીચડી આરામ થી આરોગી શકે છો ,આપણે હમેશા રેસાવાળા શાકભાજી ખાવા જોઈએ તેમ નિષ્ણાતો જણાવે છે. તો ચાલો આજ આ હેલ્ધી શકકરીયા ની ફરાળી ખીચડી કેવી રીતે બને તે શીખવાડીશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. 500 ગ્રામ શકકરીયા
  2. 1 કપ શેકેલા સિંગદાણા નો અધકચરો ભૂકો
  3. 1/2 તાજા કોપરા નુ ખમણ
  4. 1/2 કપ સમારેલી કોથમીર
  5. 3-4 ટેબલસ્પૂન ઘી અથવા તેલ
  6. 1 ટેબલસ્પૂન જીરૂ
  7. 3-4 લીલા મરચાં
  8. 10-15 લીમડા ના પાન
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. એક ટેબલસ્પૂન લીંબુનો રસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ શકકરીયા ને ધોઈ લેવા અને તેને પ્રેશરકુકર મા બાફી લો બાફી ને તેની છાલ ઉતારી લો અને તેના નાના નાના ટુકડાઓ કરી લો અને બધી સામગ્રી એક સાથે તૈયાર કરી લો .
  2. ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો તેમા જીરુ, બારિક સમારેલા લીલા મરચાં અને સમારેલો લીમડો ઉમેરો.
  3. હવે તેમા સમારેલા શકકરીયા શીંગદાણા નો અધકચરો ભૂકો,કોથમીર અને કોપરા નુ ખમણ અને મીઠુ ઉમેરો.
  4. તેમા લીંબુ નો રસ પણ નાંખી ને તેને બરાબર મિક્સ કરી લો 2 થી ત્રણ મિનિટ સુધી સાંતળી લો.
  5. તૈયાર છે શકકરીયા ની ફરાળી ખીચડી તેને ગરમા ગરમ દહી સાથે પીરસી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર