સ્ટફ્ડ સનફ્લાવર બ્રેડ | Stuffed Sunflower Bread Recipe in Gujarati

ના દ્વારા Gopi Vithalani  |  9th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Stuffed Sunflower Bread by Gopi Vithalani at BetterButter
સ્ટફ્ડ સનફ્લાવર બ્રેડby Gopi Vithalani
 • તૈયારીનો સમય

  60

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

0

સ્ટફ્ડ સનફ્લાવર બ્રેડ

સ્ટફ્ડ સનફ્લાવર બ્રેડ Ingredients to make ( Ingredients to make Stuffed Sunflower Bread Recipe in Gujarati )

 • મેન્દો ૧ કપ
 • મીઠું ૧/૨ ચમચી
 • યીસ્ટ ૧/૨ ચમચી
 • ખાંડ ૧ ચમચી
 • ઓરેગાનો ૧ ચમચી
 • ચીલી ફ્લેક્સ ૧/૨ ચમચી
 • બટર ૨ ચમચી
 • દૂધ ૧/૨ કપ
 • સ્ટફિંગ માટે :-
 • બ્લાન્ચ કરેલી પાલક ૧/૨ કપ
 • બાફેલી મકાઈ ૧/૨ કપ
 • ખમણેલું ચીઝ ૧/૨ કપ
 • મીઠું સ્વાદાનુસાર
 • ઓરેગાનો ૧/૨ ચમચી
 • ચીલી ફ્લેક્સ ૧/૨ ચમચી

How to make સ્ટફ્ડ સનફ્લાવર બ્રેડ

 1. સૌ પ્રથમ એક બાઉલ માં હુંફાળુ દૂધ લઇ તેમાં યિસ્ટ અને ખાંડ ઉમેરો. મિક્સ કરી ને ૧૦ મિનીટ એક સાઈડ રાખો એટલે યીસ્ટ એક્ટિવ થઈ જશે .
 2. ત્યારબાદ એક બીજા વાસણ મા મેંદો , મીઠું, ઓરેગાનો , ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરો.
 3. તેમાં એક્ટિવ થયેલું યીસ્ટ મિશ્રણ માં નાખો અને નરમ લોટ તૈયાર કરો. જરૂર પ્રમાણે દૂધ લઈ લોટ બાંધવો.
 4. એમાં થોડું થોડું બટર કે તેલ લઇ ને ૫ થી ૧૦ મિનીટ મસળવાનું. એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી મસળવાનું.
 5. ત્યારબાદ એને કોઈ પણ ગરમ જગ્યા પર ૧ કલાક ઢાંકી ને રેહવાં દો એટલે સાઇઝ માં ડબલ થઈ જશે.
 6. સ્ટફિંગ માટે :- બ્લાંચ કરેલી પાલક ને સુધારી ને તેમાં બાફેલા મકાઈના દાણા ઉમેરવા .
 7. તેમાં ખમણેલું ચીઝ ઉમેરવું તથા મીઠું અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ ઉમેરવા.
 8. બધું મિક્સ કરો.
 9. સન્ફ્લાવર બનાવવા માટે:- એક કલાક પછી લોટ ને પાછો એક થી બે મિનીટ મસળવાનું તથા એને સરખા બે ભાગ માં વેહચવું.
 10. બંને લુવા થી મોટી રોટલી વણી લેવી.
 11. હવે બેકિંગ ટીન માં સૌથી પેહલા એક રોટી રાખવી, તેમાં વચ્ચે સ્ટફિંગ ભરવું તથા આજુ બાજુ સાઈડ મા ગોળ ફરતે સ્ટફિંગ ભરવું.
 12. ઉપર બીજી રોટલી મૂકી વચ્ચે ગ્લાસ મૂકી ને ગોળ આકાર આપવો.
 13. બંને રોટલી ની કિનારીએ ને સીલ કરવી. ત્યારબાદ તેને થોડા થોડા અંતરે ચાકુ ની મદદ થી કાપા કરવા.
 14. તેને કિનારે થી પકડી ને ટ્વીસ્ટ કરવા. આવું દરેક છેડા માં કરવું.
 15. ત્યારબાદ ૩૦ મિનીટ માટે તેને ઢાંકી ને રાખી મૂકવું.
 16. ઓવેન ને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનીટ માટે પ્રિહિટ કરવા મૂકવું.
 17. સનફ્લાવર પર દૂધ થી થોડું બ્રશિંગ કરવું તથા વચ્ચે ના ગોળ ભાગ માં ઓરેગાનો સ્પ્રિંકલ કરવો.
 18. હવે તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે ઓવેન્ માં બેક કરવું. ત્યારબાદ તેને ૫ મિનીટ ઠંડુ કરી ને અનમોલ્ડ કરી ને સૂપ કે ડીપ સાથે સર્વ કરવું.

My Tip:

યીસ્ટ બહુ જુનુ ના હોય એ ખાસ ધ્યાન માં રાખવુ .

Reviews for Stuffed Sunflower Bread Recipe in Gujarati (0)