હોમ પેજ / રેસિપી / ટોમેટો બેલ પેપર રોલ

Photo of Tomato bell pepper roll by Kamal Thakkar at BetterButter
371
5
0.0(0)
0

ટોમેટો બેલ પેપર રોલ

Oct-09-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટોમેટો બેલ પેપર રોલ રેસીપી વિશે

આ રોલ મેં ટામેટા અને ઘઉં ના લોટ ની રોટલી બનવાને,એમાં અલગ અલગ રંગ ના સિમલા મરચા નું પુરણ ભરીને બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રોટલી માટે:
  2. ઘઉં નો લોટ ૧ & ૧/૨ કપ
  3. ટામેટા ની પ્યૂરી ૧ કપ
  4. મીઠું ૧ નાની ચમચી
  5. ચિલ્લી ફ્લેક ૧ નાની ચમચી
  6. તેલ ૨ ચમચી
  7. પૂરણ માટે:
  8. તેલ ૧ ચમચી
  9. લાલ,પીળાં અને લીલા મરચા ૧ કપ
  10. પનીર ૫૦ ગ્રામ
  11. ટમેટા નો સોસ ૧ મોટી ચમચી
  12. મીઠું સ્વાદાનુસાર
  13. કાળા મરી નો પાવડર ૧ નાની ચમચી
  14. લાલ કોબી અને મરચા ની પાતળી ચીરો ૧/૨ કપ
  15. ટમેટા ચિલ્લી સોસ ૪ ચમચી

સૂચનાઓ

  1. પેલા ટામેટા ને ગરમ પાણી માં બાફી ને છાલ કાઢો.એને મિક્સર માં પીસીને પ્યુરી બનાવો.
  2. એક બોલ માં ઘઉં નો લોટ,મીઠું,તેલ,ચિલ્લી ફ્લેક્સ નાખો.
  3. ટામેટા ની પ્યુરી થી લોટ બાંધો.
  4. ઢાંકી ને બાજુ પર મૂકો.
  5. એક પણ માં તેલ લો.ગરમ કરો.
  6. આમાં પેલા ત્રણે રંગ ના સિમલા મરચા ઉમેરો.૨ મિનિટ સાંતળીને પનીર ના ટુકડા પણ ઉમેરો.
  7. બે ચમચી ટામેટા નો સોસ,મીઠું અને કાળા મરી નો પાવડર ઉમેરીને હલાવો. આપણું પુરાણ તૈયાર છે.
  8. કોબી ને પાતળા ટુકડા માં સમારો.
  9. સિમલા મરચા ની પણ પાતળી ચીરો કરો.
  10. હવે લોટ માં થી એક નાનો લુઓ લઈને માધ્યમ જાડી રોટલી વણો.
  11. ગરમ તવા પાર નાખો અને તેલ વગર સેકો.
  12. બંને બાજુ શેકાય જાય એટલે એક પ્લેટ પાર મુકો.
  13. આ ટોમેટો રોટલી પર ટમેટા ચિલ્લી સોસ લગાવો.
  14. વચ્ચે કોબી ગોઠવો.
  15. મરચા ને પનીર નું પૂરણ ગોઠવો.
  16. ઉપર મરચા ની ચીરો ગોઠવો.
  17. આને બંને બાજુ થી વાળો અને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર