Open in app

ટોમેટો બેલ પેપર રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar9th Oct 2018

Tomato bell pepper roll ના વિશે

Ingredients to make Tomato bell pepper roll in gujarati

  • રોટલી માટે:
  • ઘઉં નો લોટ ૧ & ૧/૨ કપ
  • ટામેટા ની પ્યૂરી ૧ કપ
  • મીઠું ૧ નાની ચમચી
  • ચિલ્લી ફ્લેક ૧ નાની ચમચી
  • તેલ ૨ ચમચી
  • પૂરણ માટે:
  • તેલ ૧ ચમચી
  • લાલ,પીળાં અને લીલા મરચા ૧ કપ
  • પનીર ૫૦ ગ્રામ
  • ટમેટા નો સોસ ૧ મોટી ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • કાળા મરી નો પાવડર ૧ નાની ચમચી
  • લાલ કોબી અને મરચા ની પાતળી ચીરો ૧/૨ કપ
  • ટમેટા ચિલ્લી સોસ ૪ ચમચી

How to make Tomato bell pepper roll in gujarati

  1. પેલા ટામેટા ને ગરમ પાણી માં બાફી ને છાલ કાઢો.એને મિક્સર માં પીસીને પ્યુરી બનાવો.
  2. એક બોલ માં ઘઉં નો લોટ,મીઠું,તેલ,ચિલ્લી ફ્લેક્સ નાખો.
  3. ટામેટા ની પ્યુરી થી લોટ બાંધો.
  4. ઢાંકી ને બાજુ પર મૂકો.
  5. એક પણ માં તેલ લો.ગરમ કરો.
  6. આમાં પેલા ત્રણે રંગ ના સિમલા મરચા ઉમેરો.૨ મિનિટ સાંતળીને પનીર ના ટુકડા પણ ઉમેરો.
  7. બે ચમચી ટામેટા નો સોસ,મીઠું અને કાળા મરી નો પાવડર ઉમેરીને હલાવો. આપણું પુરાણ તૈયાર છે.
  8. કોબી ને પાતળા ટુકડા માં સમારો.
  9. સિમલા મરચા ની પણ પાતળી ચીરો કરો.
  10. હવે લોટ માં થી એક નાનો લુઓ લઈને માધ્યમ જાડી રોટલી વણો.
  11. ગરમ તવા પાર નાખો અને તેલ વગર સેકો.
  12. બંને બાજુ શેકાય જાય એટલે એક પ્લેટ પાર મુકો.
  13. આ ટોમેટો રોટલી પર ટમેટા ચિલ્લી સોસ લગાવો.
  14. વચ્ચે કોબી ગોઠવો.
  15. મરચા ને પનીર નું પૂરણ ગોઠવો.
  16. ઉપર મરચા ની ચીરો ગોઠવો.
  17. આને બંને બાજુ થી વાળો અને પીરસો.

Reviews for Tomato bell pepper roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tomato bell pepper roll in gujarati