દહીં વાળા રીંગણ | Curd brinjal Recipe in Gujarati

ના દ્વારા Apeksha's Kitchen  |  9th Oct 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Curd brinjal by Apeksha's Kitchen at BetterButter
દહીં વાળા રીંગણby Apeksha's Kitchen
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  3

  લોકો

0

1

દહીં વાળા રીંગણ વાનગીઓ

દહીં વાળા રીંગણ Ingredients to make ( Ingredients to make Curd brinjal Recipe in Gujarati )

 • 3 મોટા રીંગણ
 • 1 વાટકી મોળુ દહીં
 • 1 1/2 લાલ મરચું
 • 1 ચમચી ધાનાજીરુ
 • 1/2 ચમચી હળદર
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • 1/2 ચમચી ચાટ મસાલો
 • આદુની પેસ્ટ
 • તેલ
 • 2 સુકા લાલ મરચાં
 • કોથમીર

How to make દહીં વાળા રીંગણ

 1. સૌપ્રથમ રીંગણ ને ઘોઇ કોરા કરીલો પછી તેને ગોળાકાર માં કાપીલો. અને તેના પર થોડું મીઠું, મરચું, ધાનાજીરુ અને હળદર નાખી થોડી વાર રહેવાદો.
 2. એક પેન માં થોડુંક તેલ લઈ તેમાં રીંગણને ગોલ્ડન ફ્રાય કરીલો.
 3. બધા રીંગણ આવી રીતે ફ્રાય કરીલો.
 4. હવે એજ પેન માં થોડુંક તેલ લઈ તેમાં આદુ ની પેસ્ટ એડ કરો થોડુંક સાતળી લો. હવે તેમાં બઘા મસાલા (લાલ મરચું, ધાનાજીરુ, હળદર, ચાટ મસાલો) સ્વાદ પ્રમાણે મીઠું નાખી મસાલો બરાબર સાંતળી લો. તેલ છૂટું પડે એટલે તેમા થોડું પાણી એડ કરી પેસ્ટ જેવું બનાવો.
 5. એક વાસણમાં દહીં લઈ તેને બરાબર વલોવીલો.
 6. હવે એક બાઉલમાં સૌપ્રથમ દહીં મુકો.
 7. ત્યાર બાદ તેના પર મસાલાની પેસ્ટ ફેલાવીને નાખો. અને કોથમીર નાખવી.
 8. હવે તૈયાર કરેલ શેકેલા રીંગણ મુકો.
 9. તેના પર ફરી દહીં નું અને મસાલાનુ લેયર કરો.
 10. ઉપર રીંગણ નું લેયર મુકો અને ફરી તેના પર દહીં નાખો.
 11. એક વધાર્યા મા તેલ મુકી ગરમ કરો અને તેમા લાલ સુકા મરચાં નાખી દહીં પર વઘાર નાખવું. કોથમીર નાખવી.
 12. તૈયાર છે આપણા દહીં વાળા રીંગણ જેને ગરમાગરમ રોટલી સાથે પીરસવું.

Reviews for Curd brinjal Recipe in Gujarati (1)

Rani Sonia year ago

:ok_hand::ok_hand::ok_hand::ok_hand:
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો