હોમ પેજ / રેસિપી / રીંગણા અને બટેટા નું ભરેલું શાક

Photo of stuffed potato with baby eggplant by Hiral Pandya Shukla at BetterButter
549
1
0.0(0)
0

રીંગણા અને બટેટા નું ભરેલું શાક

Oct-10-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણા અને બટેટા નું ભરેલું શાક રેસીપી વિશે

આ શાક ચણા ના લોટ થી બને છે પણ હું શીંગદાણા ના ભુક્કા માંથી બનાવું છું અને મારા ઘરમાં બધાં ને બહુ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ત્રણ નાના રીંગણ
  2. છ નાના બટેટા
  3. એક વાટકી શીંગદાણા નો કરકરો ભુક્કો
  4. એક ચમચી ખાંડ
  5. એક ચમચી લીંબુનો રસ
  6. એક ચમચી ગરમ મસાલો
  7. એક ચમચી લાલ મરચું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. અડધી ચમચી હળદર
  10. ત્રણ ચમચી ધાણાજીરુ
  11. છ ચમચા તેલ
  12. રાઇ અને હીંગ વઘાર માટે
  13. પાણી શાક ના રસા માટે
  14. ટમેટુ એક નાનું સમારેલુ

સૂચનાઓ

  1. રીંગણ અને બટેટા ને ધોઈ લો અને પછી વચ્ચે કાપ મૂકી દો.ટમેટુ સમારી લો.
  2. એક વાટકી શીંગદાણા નો ભુક્કો લો
  3. આ ભુક્કા માં બધા સુકા મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
  4. હવે એમાં બે ચમચા તેલ નાખી મિક્સ કરી રીંગણ અને બટેટા ભરી લો.
  5. કુકર માં તેલ ગરમ કરી તેમાં રાઇ અને હીંગ નાખી ટમેટાં નાંખી દો.બધુ શાક અને જરૂર મુજબ પાણી નાખી વધેલ મસાલો પણ નાખી દો.
  6. કુકર બંધ કરી ચાર સીટી વગાડી વરાળ ઓછી થાય પછી કુકર ખોલો.તૈયાર છે ચટાકેદાર શાક.
  7. રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર