સોયા ચંક્સ પુલાવ. | Soya chunks polao Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  10th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Soya chunks polao recipe in Gujarati, સોયા ચંક્સ પુલાવ., Jhanvi Chandwani
સોયા ચંક્સ પુલાવ.by Jhanvi Chandwani
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

સોયા ચંક્સ પુલાવ. વાનગીઓ

સોયા ચંક્સ પુલાવ. Ingredients to make ( Ingredients to make Soya chunks polao Recipe in Gujarati )

 • ચોખા. 1 કપ
 • સોયા ચંક્સ. 1 વાટકી
 • ખાંડ. 2 ચમચી
 • જીરું. 1/2 ચમચી
 • લોન્ગ. 2
 • કાળી મરી. 2
 • દલચીની. 1-2 ટુકડા
 • તેજ પત્તા. 1
 • ફૂલ બાધ્યા. 1
 • મીઠું. સ્વાદ પ્રમાણે
 • લાલ મિર્ચ પાવડર. 1/2 ચમચી
 • બિરયાની મસાલો. 2 ચુંટકી
 • તેલ. 3-4 ચમચી
 • પાણી. 1 ગ્લાસ
 • કાજુ, કોથમીર. સજાવટ માટે

How to make સોયા ચંક્સ પુલાવ.

 1. બધા થી પહેલા સોયા ચંક્સ ને ગરમ પાણી માં એક ઉકાળ આપી ધોઈ લો.
 2. ચાવલ ને 1/2 કલાક પહેલાં ધોઈ ને પલાળવ્યા હતા તે પણ પાણી માંથી કાઢી નાંખો.
 3. એક કૂકર માં તેલ મૂકી તેમાં બધાં ખડા મસાલા નાખવા.મસાલા સાંતળી તેમાં.ખાંડ નાખો.
 4. ખાંડ નો કલર બ્રાઉન થાય ત્યાં સુધી ખાંડ ને સતત ગુમાવતા રહેવું.
 5. ખાંડ નો કલર બ્રાઉન થાય તો તરત જ પાણી નાખી દેવો.
 6. પછી તેમાં સોયા ચંક્સ, ચાવલ, મીઠું ,લાલ મરચું પાવડર, અને બિરયાની મસાલો નાખવો. અને કૂકર ને ઢાંકણ લગાડી 2 સીટી લગાવવી.
 7. કૂકર ઠંડો થાય ત્યારે ઢાંકણ ખોલી લેવું. ગરમ પુલાવ કેસરોલ માં નાખી કાજુ અને કોથમીર થી સજાવવું. તૈયાર છે સોયા ચંક્સ પુલાવ તેને દહીં જોડે કે આમ પણ ખાવી શકાય.

My Tip:

આ પુલાવ માં મનગમતા શાકભાજી પણ નાખી શકાય.

Reviews for Soya chunks polao Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો