હોમ પેજ / રેસિપી / ભાત ના કબાબ

Photo of Bhat na kabab by Kalpana Parmar at BetterButter
645
3
0.0(0)
0

ભાત ના કબાબ

Oct-10-2018
Kalpana Parmar
6 મિનિટ
તૈયારી નો સમય
13 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાત ના કબાબ રેસીપી વિશે

રાંધેલા ભાત ના કબાબ જલ્દી થી બની જાય છે વેસ્ટ માંથી બેસ્ટ પણ બનાવી શકો છો ખુબજ ઓછી સામગ્રી માંથી બની જાય છે શાક તમે વધારે ઓછા કરી શકો છો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ રાંધેલા ભાત
  2. 2 મોટી ચમચી કેપસિકમ ઝીણું સમારેલું
  3. 2 મોટી ચમચી ગાજર ઝીણું સમારેલું
  4. 2 મોટી ચમચી વટાણા બાફેલા
  5. 2 મોટી ચમચી લીલા ધાણા સમારેલા
  6. 2 લીલા મરચાં ઝીણા સમારેલાં
  7. 1/4 કપ પનીર ઝીણેલું
  8. 1 લીંબુ નો રસ
  9. 1/2 કપ રવો
  10. સ્વાદમુજબ મીઠું
  11. જરૂર મુજબ તેલ

સૂચનાઓ

  1. એક મોટા વાડકા રાંધેલા ભાત ને લઇ ને થોડું મસળી લો તેમાં અર્ધો રવો પનીર બાકી ની બધી સામગ્રી નાખી ને બરાબર મિક્સ કરી દો
  2. ઢાંકી ને 10 મિનિટ રેવા દો
  3. 10 મિનિટ પછી ફરી થી મિક્સ કરીને કબાબ નો શેપ આપી ને બાકી રહેલા રવા માં બરાબર કોટ કરી દો
  4. નોનસ્ટિક ની પેન માં 2 ચમચી તેલ ગરમ કરી બંને બાજુ થી ફ્રાય કરી લો.
  5. મનપસંદ ચટણી કે સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર