પનીર પસંદા | Paneer pasanda Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  10th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Paneer pasanda by Urvashi Belani at BetterButter
પનીર પસંદાby Urvashi Belani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

પનીર પસંદા વાનગીઓ

પનીર પસંદા Ingredients to make ( Ingredients to make Paneer pasanda Recipe in Gujarati )

  • પનીર પસંદા માટે:
  • 100ગ્રામ પનીર
  • 100ગ્રામ ફિકો માવો
  • સ્વાદાનુસાર નમક
  • 1/2 ચમચી લાલ મરચું
  • એક ચપટી કેસરી રંગ
  • એક ચપટી લીલો રંગ
  • 2 ચમચા કોર્નફ્લોર
  • 2 ચમચા મેંદા
  • તળવા માટે તેલ
  • ગ્રેવી માટે:
  • 4 ચમચા ઘી
  • 3 થી 4 ટામેટા (સમારેલા)
  • 1/2 ચમચી જીરું
  • આખો ગરમ મસાલો (તજ, લવિંગ, તેજપાન,ઈલાયચી,જાવંત્રી, ફૂલ ચકરી)
  • 1 નાનો ટુકડો આદુ
  • 2 લીલાં મરચાં
  • 2 ચમચા દહીં
  • 5-6 કાજુ
  • 5-6 બદામ
  • 2 ચમચી મગજતરી ના બી
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • સ્વાદાનુસાર નમક
  • 50ગ્રામ માવો
  • જરૂરિયાત મુજબ દુધ
  • 1/4 ચમચી કસૂરી મેથી
  • 1/2 ચમચી ખાંડ
  • કોથમીર

How to make પનીર પસંદા

  1. પનીર પસંદા માટે માવા માં નમક અને લાલ મરચું નાખી મિક્સ કરો અને તેના બે ભાગ કરો. એક ભાગ માં કેસરી અને બીજા ભાગ માં લીલો રંગ નાખી મિક્સ કરો.
  2. પનીર ની એક સ્લાઈસ પર કેસરી અને બીજી સ્લાઈસ પર લીલા રંગ ની લેયર મૂકી એકબીજા ની ઉપર મૂકી, ફરીથી પનીર સ્લાઈસ મુકો.
  3. કોનફ્લોર અને મેંદા ને મિક્સ કરી પાણી થી ખીરું તૈયાર કરી તેમાં નમક નાખો. આ ખીરા માંથી પનીર ને બોળી ને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરો.
  4. ગ્રેવી માટે 2 ચમચા ઘી ગરમ કરી તેમાં જીરું, આખો મસાલો, ટામેટા ,આદુ અને મરચા નાખી મિક્સ કરો. જ્યારે ટામેટા નરમ થાય ત્યારે ગેસ બંધ કરી દો.
  5. ટામેટા માંથી આખો મસાલો કાઢી નાંખો અને મિક્સર જાર માં નાખો અને તેમાં સૂકા મસાલા, દહીં, કાજુ, બદામ,મગજતરી નાખી પીસીને પેસ્ટ બનાવો.
  6. કઢાઈ માં 2 ચમચા ઘી ગરમ કરો, તેમાં પીસેલો મસાલો નાખી 2 થી 3 મિનિટ ધીમી આંચ પર રાખો.
  7. હવે તેમાં માવો અને જરૂરીયાત મુજબ દૂધ નાખી ધીમી આંચ પર ઢાંકીને 5 મિનિટ રાખો પછી કસૂરી મેથી અને ખાંડ નાખી મિક્સ કરો..
  8. સર્વ કરતી વખતે એક પ્લેટ માં ગ્રેવી નાખી ઉપર પનીર નાખો, કોથમીર નાખી સર્વ કરો.

My Tip:

પનીર પસંદા ને મનગમતી ગ્રેવી સાથે સર્વ કરી શકાય છે.

Reviews for Paneer pasanda Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો