હોમ પેજ / રેસિપી / પનીર પસંદા

Photo of Paneer pasanda by Urvashi Belani at BetterButter
891
6
0.0(0)
0

પનીર પસંદા

Oct-10-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પસંદા રેસીપી વિશે

આ રેસીપી માં પનીર ની સ્લાઈસ કરી જુદા જુદા રંગ ના માવા થી લેયર બનાવી કોનફ્લોર ના ખીરા માંથી બોળી ને તળ્યું છે અને સાથે લસણ ડુંગળી વિના ની ટામેટા અને ડ્રાયફ્રુટ નાખી બનાવેલી રીચ ગ્રેવી સાથે સર્વ કર્યુ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પીસવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર પસંદા માટે:
  2. 100ગ્રામ પનીર
  3. 100ગ્રામ ફિકો માવો
  4. સ્વાદાનુસાર નમક
  5. 1/2 ચમચી લાલ મરચું
  6. એક ચપટી કેસરી રંગ
  7. એક ચપટી લીલો રંગ
  8. 2 ચમચા કોર્નફ્લોર
  9. 2 ચમચા મેંદા
  10. તળવા માટે તેલ
  11. ગ્રેવી માટે:
  12. 4 ચમચા ઘી
  13. 3 થી 4 ટામેટા (સમારેલા)
  14. 1/2 ચમચી જીરું
  15. આખો ગરમ મસાલો (તજ, લવિંગ, તેજપાન,ઈલાયચી,જાવંત્રી, ફૂલ ચકરી)
  16. 1 નાનો ટુકડો આદુ
  17. 2 લીલાં મરચાં
  18. 2 ચમચા દહીં
  19. 5-6 કાજુ
  20. 5-6 બદામ
  21. 2 ચમચી મગજતરી ના બી
  22. 1 ચમચી લાલ મરચું
  23. 1/2 ચમચી હળદર
  24. 1/2 ચમચી ધાણા પાવડર
  25. 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  26. 1/4 ચમચી ગરમ મસાલો
  27. સ્વાદાનુસાર નમક
  28. 50ગ્રામ માવો
  29. જરૂરિયાત મુજબ દુધ
  30. 1/4 ચમચી કસૂરી મેથી
  31. 1/2 ચમચી ખાંડ
  32. કોથમીર

સૂચનાઓ

  1. પનીર પસંદા માટે માવા માં નમક અને લાલ મરચું નાખી મિક્સ કરો અને તેના બે ભાગ કરો. એક ભાગ માં કેસરી અને બીજા ભાગ માં લીલો રંગ નાખી મિક્સ કરો.
  2. પનીર ની એક સ્લાઈસ પર કેસરી અને બીજી સ્લાઈસ પર લીલા રંગ ની લેયર મૂકી એકબીજા ની ઉપર મૂકી, ફરીથી પનીર સ્લાઈસ મુકો.
  3. કોનફ્લોર અને મેંદા ને મિક્સ કરી પાણી થી ખીરું તૈયાર કરી તેમાં નમક નાખો. આ ખીરા માંથી પનીર ને બોળી ને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરો.
  4. ગ્રેવી માટે 2 ચમચા ઘી ગરમ કરી તેમાં જીરું, આખો મસાલો, ટામેટા ,આદુ અને મરચા નાખી મિક્સ કરો. જ્યારે ટામેટા નરમ થાય ત્યારે ગેસ બંધ કરી દો.
  5. ટામેટા માંથી આખો મસાલો કાઢી નાંખો અને મિક્સર જાર માં નાખો અને તેમાં સૂકા મસાલા, દહીં, કાજુ, બદામ,મગજતરી નાખી પીસીને પેસ્ટ બનાવો.
  6. કઢાઈ માં 2 ચમચા ઘી ગરમ કરો, તેમાં પીસેલો મસાલો નાખી 2 થી 3 મિનિટ ધીમી આંચ પર રાખો.
  7. હવે તેમાં માવો અને જરૂરીયાત મુજબ દૂધ નાખી ધીમી આંચ પર ઢાંકીને 5 મિનિટ રાખો પછી કસૂરી મેથી અને ખાંડ નાખી મિક્સ કરો..
  8. સર્વ કરતી વખતે એક પ્લેટ માં ગ્રેવી નાખી ઉપર પનીર નાખો, કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર