રગડા પાણીપુરી | Ragda panipuri Recipe in Gujarati

ના દ્વારા Hanika Thadani  |  10th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Ragda panipuri recipe in Gujarati, રગડા પાણીપુરી, Hanika Thadani
રગડા પાણીપુરીby Hanika Thadani
 • તૈયારીનો સમય

  5

  Hours
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

રગડા પાણીપુરી વાનગીઓ

રગડા પાણીપુરી Ingredients to make ( Ingredients to make Ragda panipuri Recipe in Gujarati )

 • ૨૫૦ ગ્રામ સફેદ વટાણા
 • ૩૦ નંગ પાણીપુરી ની પુરી
 • ૧ નાનું બાફેલું બટાકુ
 • ૧ નંગ સમારેલુ ટામેટું
 • મીઠું (સ્વાદ અનુસાર)
 • ૨ ચમચી લાલ મરચું
 • ચપટી હળદર
 • ૧/૨ વાટકી આંબલી
 • ૧/૪ ચમચી ચાટ મસાલો
 • પાણી જરૂર મુજબ
 • ૧૦૦ ગ્રામ કોથમીર
 • ૧૦૦ ગ્રામ ફુદીનો
 • ૧ લીલું મરચું
 • ચપટી લીંબુ ના ફૂલ
 • ૧/૪ ચમચી ખાંડ
 • ૨ ચમચી તેલ
 • સંચળ
 • નાયલોન સેવ સજાવવા માટે

How to make રગડા પાણીપુરી

 1. રગડા માટે:
 2. સૌપ્રથમ ૫ કલાક પલાળૅલા સફેદ વટાણાને મીઠું અને હળદર નાખી ૩ સીટી વગાડી બાફી લો.
 3. હવે કડાઈ માં ૨ ચમચી તેલ લો.તેલ ગરમ થાય ત્યારે સમારેલુ ટામેટું નાખી સાંતળો.
 4. પછી તેમાં સમાંરેલું બટાકુ નાખી હળદર,મીઠું ,મરચું અને ચાટ મસાલો નાખો.
 5. આ બધું મિક્સ કરીને તેમાં આંબલી નું પાણી નાખો.
 6. તેમાં બાફેલા વટાણા અને તેમાં વધેલ પાણી નાખી હલાવો.
 7. ૫ મિનિટ ચડવા દો.તૈયાર છે પાણીપુરી નો રગડો.
 8. પાણીપુરી ના પાણી માટે:
 9. એક મિક્સચરના જગ માં સમારેલ કોથમીર,સમારેલ ફુદીનો,લીલું મરચું નાખો.
 10. તેમાં જરૂર મુજબ મીઠું , લીંબુના ફૂલ અને ખાંડ નાખો.
 11. થોડું પાણી નાખી પીસી લો.એક તપેલીમાં કાઢી ૧ ૧/૨ ગ્લાસ પાણી અને બુંદી નાખી મિક્સ કરો.
 12. તૈયાર છે ખાટુ મીઠું પાણીપુરીનું પાણી.
 13. પાણીપુરી માં રગડો અને પાણી નાખી ઉપર સેવ અને સંચળ નાખીને તુરંત પીરસો.

My Tip:

રગડાને જેટલુ ઘટ્ટ રાખવું હોય એ પ્રમાણે પાણી નાખવું.

Reviews for Ragda panipuri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો