મમ્મી ની સ્પેશયલ મગ દાળ તડકા | Mom's Style Mung Daal Tadka Recipe in Gujarati

  ના દ્વારા Ankita Tahilramani  |  10th Oct 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Mom's Style Mung Daal Tadka by Ankita Tahilramani at BetterButter
  મમ્મી ની સ્પેશયલ મગ દાળ તડકાby Ankita Tahilramani
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   10

   મીની
  • પીરસવું

   4

   લોકો

  5

  0

  મમ્મી ની સ્પેશયલ મગ દાળ તડકા

  મમ્મી ની સ્પેશયલ મગ દાળ તડકા Ingredients to make ( Ingredients to make Mom's Style Mung Daal Tadka Recipe in Gujarati )

  • પીળી મગ દાળ ( મગ દાળ ફોતરા વગર ની) 2 કપ
  • લીલા મરચા ઝીણા સમારેલા 2 નંગ
  • પાની 2 કપ
  • તેલ 1 મોટો ચમચો
  • લાલ મરચા પાવડર 1 નાની ચમચી
  • ધાણા જીરું પાવડર 1 નાની ચમચી
  • હરદળ 1/2 નાની ચમચી
  • આમચૂર પાવડર 1 નાની ચમચી
  • જીરું 1 નાની ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટી હીંગ
  • 1 લીલું મરચું ઉપર શણગારવા માટે.

  How to make મમ્મી ની સ્પેશયલ મગ દાળ તડકા

  1. સૌ પ્રથમ દાળ ને 1-2 વાર પાણી માં ધોઈ લો.
  2. હવે તેને નવશેકા પાણી માં 15 મિનીટ પલાળી રાખો.
  3. હવે એક પ્રેશર કૂકર માં પલાળેલી દાળ, મીઠું, હરદળ, અને પાણી ઉમેરી ને 3 સિટી વાગવા દો.
  4. કૂકર ઠંડું પડે એટલે તે ખોલો પછી દાળ ને હલાવ્યા વગર તેનાં પર લાલ મરચા પાવડર, ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર ભભરાવો.
  5. હવે તેનાં તડકા માટે તેલ ગરમ કરવા મૂકો.
  6. તેમાં જીરું નાખો.
  7. સમારેલા લીલા મરચા અને હીંગ નાખો.
  8. તૈયાર તડકા ને દાળ પર ભભરાવેલા મસાલા પર નાખી તરત ઢાંકી દયો.
  9. તો તૈયાર છે મમ્મી ની સ્પેશયલ મગ દાળ તડકા.
  10. લીલું મરચું તેનાં પર મુકી ને સર્વ કરો ગરમા ગરમ પુરી કે પરાઠા સાથે.

  My Tip:

  પાણી નું પ્રમાણ ઓછું કે વધું નાં કરશો નહીં તો આવી દાળ નહીં બને.

  Reviews for Mom's Style Mung Daal Tadka Recipe in Gujarati (0)