હોમ પેજ / રેસિપી / સૂરણ બટાકા ની ખીચડી

Photo of Yam potato khichdi by Avani Desai at BetterButter
977
3
0.0(0)
0

સૂરણ બટાકા ની ખીચડી

Oct-11-2018
Avani Desai
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સૂરણ બટાકા ની ખીચડી રેસીપી વિશે

સૂરણ અને બટાકા માથી બનતી ફરાળીખીચડી ખૂબ જ ઓછા તેલ માં બને છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સૂરણ ધોઈ ને છીણેલું
  2. 1 કપ બટાટા ધોઈ ને છીણેલા
  3. 1/2 કપ શેકેલા શીગદાણા નો ભૂકો
  4. 1 ટેબલ સ્પૂન તલ
  5. 2 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  6. 2 ટેબલ સ્પૂન સુકા કોપરાની છીણ
  7. 2 ટેબલ સ્પૂન ખાડ
  8. 1 ટેબલ સ્પૂન લીબુ નો રસ
  9. 1 ટેબલ સ્પૂન તેલ
  10. સીધવ મીઠું સ્વાદ મુજબ
  11. 1 ટેબલ સ્પૂન મરી પાવડર

સૂચનાઓ

  1. સૂરણ બટાકા ની મોટી છીણી થી છીણ કરવી.
  2. છીણ ને ઢોકળીયા મા ચારણી મુકી વરાળથી બાફી લો
  3. હવે એક બાઉલમાં સૂરણ- બટાકા ની છીણ,શેકેલા શીગદાણા નો ભૂકો, મરી પાવડર, તલ,કોપરાની છીણ, આદુ- મરચાની પેસ્ટ,ખાડ,લીબુ નો રસ બધું મિક્સ કરી લો.
  4. એક નોનસ્ટિક પેન મા તેલ ઞરમ કરો, તેલ ઞરમ થાય એટલે તેમાં સૂરણ- બટાકા વાળી છીણ ઉમેરી મિક્સ કરી લો.
  5. 2 મિનિટ પછી બાઉલમાં કાઢીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર