Open in app

પાઇનેપલ કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Apeksha's Kitchen11th Oct 2018

Pineapple Curry ના વિશે

Ingredients to make Pineapple Curry in gujarati

  • 1 વાટકી પાઇનેપલ ના ટુકડા
  • 1 વાટકી ટમેટા ઝીણા સમારેલા
  • 3,4 ચમચી કોપરાનું છીણ
  • 1 ચમચી જેટલી આમલી
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી હીંગ
  • 1/2 ચમચી રાઈ
  • કરી લીમડો
  • 2, 3 લાલ સુકા મરચાં
  • 2 ચમચી અડદની અને ચણાની દાળ મિક્સ
  • 2 લીલા મરચાં ઝીણા સમારેલા
  • 1/2 ચમચી હળદર
  • 2 ચમચી સાંભર મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કોથમીર

How to make Pineapple Curry in gujarati

  1. સૌપ્રથમ એક મિક્સરમાં કોપરાનું છીણ, આમલી, સાંભર મસાલો અને થોડું મીઠું નાખી ફેરવીલો.
  2. થોડુંક પાણી નાખીને મસાલો બરાબર પીસીને પેસ્ટ તૈયાર કરીલો.
  3. હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી.
  4. રાઈ ફુટી જાય એટલે તેમા બંને દાળ નાખવી.
  5. લાલ સુકા મરચાં નાખવાં.
  6. હવે હીંગ, લીલા મરચાં અને કરી લીમડો નાખીદો.
  7. હળદર અને મીઠું નાખવું. થોડુંક શેકાય એટલે ટમેટા ઉમેરવા.
  8. મિક્સ કરી ટમેટા ઓગળે ત્યાર સુધી ઢાંકી દો.
  9. ટમેટા ઓગળે એટલે તેમા તૈયાર કરેલી કોપરાની અને પેસ્ટ નાખી સાતળી લો.
  10. તેલ છૂટું પડે ત્યારે તેમા પાઇનેપલ નાખી બરાબર મિક્સ કરી લો.
  11. થોડુંક પાણી નાખીને ગ્રેવી તૈયાર કરો.
  12. ઢાંકીને પાઇનેપલ ચઢે ત્યાર સુધી ગ્રેવી ઉકાળો.
  13. છેલ્લા થોડી કોથમીર નાખી ગરમાગરમ ભાત, રોટલી કે ઢોસા સાથે સર્વ કરો.

Reviews for Pineapple Curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pineapple Curry in gujarati

  • લાલ કરી

    7 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ કરી

    10 likes
  • કાજૂ કરી

    4 likes
  • કાજુ કરી

    5 likes
  • પાપડ કરી

    0 likes