હોમ પેજ / રેસિપી / પાઇનેપલ કરી

Photo of Pineapple Curry by Apeksha's Kitchen at BetterButter
948
5
0.0(0)
0

પાઇનેપલ કરી

Oct-11-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઇનેપલ કરી રેસીપી વિશે

ડુંગળી લસણ વગરની એક સરપ્રાઈઝ ડીશ છે. જેના ફ્લેવર લાજવાબ છે જેને મે અહીં સાઉથ ઈન્ડિયન ટચ આપ્યો છે. આ નવી ડીશ ને તમારા ઘરમાં બનાવો અને બધાના મન જીતીલો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી પાઇનેપલ ના ટુકડા
  2. 1 વાટકી ટમેટા ઝીણા સમારેલા
  3. 3,4 ચમચી કોપરાનું છીણ
  4. 1 ચમચી જેટલી આમલી
  5. 2 ચમચી તેલ
  6. 1/2 ચમચી હીંગ
  7. 1/2 ચમચી રાઈ
  8. કરી લીમડો
  9. 2, 3 લાલ સુકા મરચાં
  10. 2 ચમચી અડદની અને ચણાની દાળ મિક્સ
  11. 2 લીલા મરચાં ઝીણા સમારેલા
  12. 1/2 ચમચી હળદર
  13. 2 ચમચી સાંભર મસાલો
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મિક્સરમાં કોપરાનું છીણ, આમલી, સાંભર મસાલો અને થોડું મીઠું નાખી ફેરવીલો.
  2. થોડુંક પાણી નાખીને મસાલો બરાબર પીસીને પેસ્ટ તૈયાર કરીલો.
  3. હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી.
  4. રાઈ ફુટી જાય એટલે તેમા બંને દાળ નાખવી.
  5. લાલ સુકા મરચાં નાખવાં.
  6. હવે હીંગ, લીલા મરચાં અને કરી લીમડો નાખીદો.
  7. હળદર અને મીઠું નાખવું. થોડુંક શેકાય એટલે ટમેટા ઉમેરવા.
  8. મિક્સ કરી ટમેટા ઓગળે ત્યાર સુધી ઢાંકી દો.
  9. ટમેટા ઓગળે એટલે તેમા તૈયાર કરેલી કોપરાની અને પેસ્ટ નાખી સાતળી લો.
  10. તેલ છૂટું પડે ત્યારે તેમા પાઇનેપલ નાખી બરાબર મિક્સ કરી લો.
  11. થોડુંક પાણી નાખીને ગ્રેવી તૈયાર કરો.
  12. ઢાંકીને પાઇનેપલ ચઢે ત્યાર સુધી ગ્રેવી ઉકાળો.
  13. છેલ્લા થોડી કોથમીર નાખી ગરમાગરમ ભાત, રોટલી કે ઢોસા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર