હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ ઢોકળાં

Photo of Instant Dhokla by Apeksha's Kitchen at BetterButter
965
5
0.0(0)
0

ઇન્સ્ટન્ટ ઢોકળાં

Oct-11-2018
Apeksha's Kitchen
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ ઢોકળાં રેસીપી વિશે

જ્યારે ખુબ ભુખ લાગી હોય અને કઈક ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો આ એક પરફેક્ટ રેસિપી છે જે સવાર ના નાસ્તા મા બનાવી શકાય અને બાળકોને પણ ટિફિનમા બનાવીને આપી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 વાટકી સૂજી
  2. 1 વાટકી દહીં
  3. 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 2 ચમચી તેલ
  6. 1 ટી-સ્પુન ખાવાનો સોડા
  7. પાણી જરૂર મુજબ
  8. વઘાર માટે
  9. 2 ચમચી તેલ
  10. 1/2 ચમચી રાઈ
  11. 1/2 ચમચી તલ
  12. 2 લીલા મરચાં
  13. કરી લીમડો
  14. કોથમીર

સૂચનાઓ

  1. એક બાઉલમાં સુજી લઈ તેમાં દહીં, તેલ, મરચાં ની પેસ્ટ, મીઠું નાખી પાણી ઉમેરી ઢોકળાં નું ખીરું તૈયાર કરીલો.
  2. ખીરું ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ કરવા મુકો.
  3. 30 મિનિટ પછી એક બાજુ ઢોકળાંના કુકરમાં પાણી મુકી ગરમ કરવા માટે મુકો.
  4. અને એક બાજુ ઢોકળાંના ખીરામા સોડા નાખી બરાબર મિક્સ કરી લો અને પ્લેટમાં તેલ લગાવી ખીરું પ્લેટમાં નાખી કુકરમાં ચઢવા મુકો.
  5. 15 મિનિટ પછી કાઢીલો અને તેને કટ કરી લો.
  6. વઘાર માટે એક પેન મા તેલ મુકી ગરમ કરો અને તેમા રાઈ, તલ, લીલા મરચાં અને લીમડો નાખી ઢોકળાં પર નાખીદો.
  7. તૈયાર છે એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ ઢોકળાં.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર