હોમ પેજ / રેસિપી / વધેલી રોટલી ના સમોસા

Photo of roti samosa by Hiral Pandya Shukla at BetterButter
599
6
0.0(0)
0

વધેલી રોટલી ના સમોસા

Oct-11-2018
Hiral Pandya Shukla
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલી ના સમોસા રેસીપી વિશે

બધા ના ઘરે એક કે બે રોટલી વધતી જ હોય છે તો આ વાનગી જરૂર થી બનાવ જો.. બાળકોને પણ બહુ જ ભાવશે અને ઝડપથી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • તળવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બે મીડીયમ સાઇઝ ના બાફેલા બટાકા.
  2. બે વધેલી રોટલી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. મેંદો એક ચમચી
  5. પાણી ત્રણ ચમચી
  6. હળદર અડધી ચમચી
  7. લાલ મરચું પાવડર અડધી ચમચી
  8. ધાણાજીરૂ અડધી ચમચી
  9. ગરમ મસાલો અડધી ચમચી
  10. ચાટ મસાલો અડધી ચમચી
  11. તેલ તળવા માટે
  12. વટાણા અડધી વાટકી
  13. કોથમીર એક ચમચી
  14. હીંગ વઘાર માટે.

સૂચનાઓ

  1. એક કઢાઈ માં એક ચમચો તેલ મૂકી ગરમ થાય એટલે હીંગ નાંખી દેવી...બાફેલા બટાકા હાથ થી તોડી ને નાંખવા...
  2. વટાણા અને બીજા બધા સુકા મસાલા નાંખી બરાબર મિક્સ કરો.ઉપર કોથમીર છાંટો.ગેસ બંધ કરી દો.
  3. મેંદા મા પાણી ઉમેરી પેસ્ટ કરો.
  4. રોટલી વચ્ચે થી કાપી લો.
  5. એને કોન નો આકાર આપો.
  6. મેંદા ની પેસ્ટ કોર ઉપર લગાડી દબાવી ને ચોંટાડી દો.
  7. અંદર એક ચમચી જેટલું બટાકા નું મિશ્રણ ઉમેરો.
  8. ઉપર મેંદા ની પેસ્ટ લગાવીને દબાવી લો.
  9. આવી રીતે બધાં સમોસા તૈયાર કરી લો.
  10. ગરમ તેલમાં સોનેરી રંગ ના થાય ત્યાં સુધી મીડીયમ ગેસ પર તળી લો.
  11. ગરમાગરમ સમોસા ચટણી,સોસ કે ચા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર