સફરજનનુ શાક અને ફરાળી પુરી | Apple Sabji With Farali Puri Recipe in Gujarati

ના દ્વારા Varsha Joshi  |  12th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Apple Sabji With Farali Puri by Varsha Joshi at BetterButter
સફરજનનુ શાક અને ફરાળી પુરીby Varsha Joshi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

5

0

સફરજનનુ શાક અને ફરાળી પુરી

સફરજનનુ શાક અને ફરાળી પુરી Ingredients to make ( Ingredients to make Apple Sabji With Farali Puri Recipe in Gujarati )

 • ૨ મોટા સફરજન
 • લાલ મરચું પાવડર એક ચમચી
 • મીઠું સ્વાદાનુસાર
 • ખાંડ એક ચમચી
 • જીરું ૨ ચમચી
 • તેલ તળવા માટે અને વઘાર માટે
 • ફરાળી લોટ મિક્સ ૨ મોટા ચમચા
 • મીઠું સ્વાદાનુસાર પુરી માટે
 • લાલ મરચું પાવડર પુરી માટે
 • તેલ મોણ માટે

How to make સફરજનનુ શાક અને ફરાળી પુરી

 1. સૌપ્રથમ ફરાળી લોટ માં મીઠું અને લાલ મરચું પાવડર, એક ચમચી જીરૂ ઉમેરી પાણી નાંખી પુરી નો લોટ બાંધી લો.
 2. ત્યારપછી સફરજનની છાલ ઉતારી અને ઝીણાં ટૂકડા કરી લો.
 3. એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો.
 4. તેમાં જીરું નાખી તતડે એટલે સફરજનના ટૂકડા વઘારી લો.
 5. ગેસ ધીમો કરી અને વઘારેલા સફરજનમાં એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને ધીમી આંચ પર પકાવો.
 6. ત્યારપછી તેમાં ખાંડ નાખીને ધીમા તાપે ચઢવા દો.
 7. સફરજન બરાબર ચઢી જાય એટલે ઉતારી લેવું અને એક બાઉલમાં શાક કાઢી લો.
 8. હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરો અને પુરીના બાંધેલા લોટમાંથી લુવા કરી અને પુરી વણી લો.
 9. તેલ ગરમ થાય એટલે બધી પુરી તળી લો.
 10. તૈયાર છે સફરજનનું શાક અને ફરાળી પુરી સાથે દહીં.

My Tip:

જે લોકોને ઉપવાસમા બટેટા ના ફાવતા હોય તેમણે આ રીતે સફરજન અથવા પાકા જામફળનુ શાક બનાવીને ખાઈ શકો

Reviews for Apple Sabji With Farali Puri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો