BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સફરજનનુ શાક અને ફરાળી પુરી

Photo of Apple Sabji With Farali Puri by Varsha Joshi at BetterButter
844
5
0(0)
0

સફરજનનુ શાક અને ફરાળી પુરી

Oct-12-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સફરજનનુ શાક અને ફરાળી પુરી રેસીપી વિશે

ઉપવાસ માટે ખાસ જે લોકોને બટેટા ના ફાવતા હોય તેમણે આ ફરાળી શાક સારુ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ મોટા સફરજન
  2. લાલ મરચું પાવડર એક ચમચી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ખાંડ એક ચમચી
  5. જીરું ૨ ચમચી
  6. તેલ તળવા માટે અને વઘાર માટે
  7. ફરાળી લોટ મિક્સ ૨ મોટા ચમચા
  8. મીઠું સ્વાદાનુસાર પુરી માટે
  9. લાલ મરચું પાવડર પુરી માટે
  10. તેલ મોણ માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ ફરાળી લોટ માં મીઠું અને લાલ મરચું પાવડર, એક ચમચી જીરૂ ઉમેરી પાણી નાંખી પુરી નો લોટ બાંધી લો.
  2. ત્યારપછી સફરજનની છાલ ઉતારી અને ઝીણાં ટૂકડા કરી લો.
  3. એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો.
  4. તેમાં જીરું નાખી તતડે એટલે સફરજનના ટૂકડા વઘારી લો.
  5. ગેસ ધીમો કરી અને વઘારેલા સફરજનમાં એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને ધીમી આંચ પર પકાવો.
  6. ત્યારપછી તેમાં ખાંડ નાખીને ધીમા તાપે ચઢવા દો.
  7. સફરજન બરાબર ચઢી જાય એટલે ઉતારી લેવું અને એક બાઉલમાં શાક કાઢી લો.
  8. હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરો અને પુરીના બાંધેલા લોટમાંથી લુવા કરી અને પુરી વણી લો.
  9. તેલ ગરમ થાય એટલે બધી પુરી તળી લો.
  10. તૈયાર છે સફરજનનું શાક અને ફરાળી પુરી સાથે દહીં.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર