Open in app

વેજ. ઈંડા મરછી મસાલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Dimpal Patel12th Oct 2018

Veg. Egg in marchi masala ના વિશે

Ingredients to make Veg. Egg in marchi masala in gujarati

  • **વેજ. ઇંડા માટેની સામગ્રી :
  • પનીર - ૧ કપ + ૬ મોટી ચમચી
  • કોર્ન ફલોર - ૨ મોટી ચમચી
  • ચપટી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ - ૨ મોટી ચમચી
  • **ગ્રેવી માટેની સામગ્રી :.
  • કોથમીર - ૨ કપ
  • મોળા ગાંઠિયા - ૨ મોટી ચમચી
  • મરી પાવડર - ૧ મોટી ચમચી
  • જીરૂ - ૧ મોટી ચમચી
  • લીલાં મરચાં - ૬ થી ૭
  • લીંબુનો રસ - ૨ મોટી ચમચી
  • હળદર - ૧/૪ ચમચી
  • ધાણા જીરું પાવડર - ૧ મોટી ચમચી
  • ગરમ મસાલો - ૧ મોટી ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ - ૨ મોટી ચમચી

How to make Veg. Egg in marchi masala in gujarati

  1. એક વાસણમાં ૬ મોટી ચમચી છીણેલું પનીર , ચપટી હળદર અને મીઠું લેવું.
  2. બધું બરાબર મિક્ષ કરી ને થોડું મસળીને લોટ જેવું મિશ્રણ બનાવવું.
  3. તેમાંથી નાના ગોળા બનાવવા.
  4. બીજા વાસણમાં ૧ કપ છીણેલું પનીર , કોર્ન ફ્લોર અને મીઠું લેવું.
  5. તેને પણ બરાબર મસળીને લૂઓ તૈયાર કરવો.
  6. સફેદ ભાગમાંથી થોડા મોટી સાઈઝના લુઆ બનાવવા.
  7. સફેદ ભાગને હથેળીમાં પૂરી ની જેમ થેપી લેવું વરચે પીળા કલરનો ગોળો મુકવો.
  8. હવે તેને બંધ કરીને ઈંડા નો આકાર આપવો. આ રીતે બધા ઈંડા તૈયાર કરી લેવા .
  9. એક નોનસ્ટિક પેણીમાં ૨ મોટી ચમચી તેલ મૂકીને ઈંડાને સેલો ફ્રાય કરી લેવા.
  10. એક મિક્સરમાં કાપેલી કોથમીર , ગાંઠિયા , મરી પાવડર , જીરું , મરચાં અને લીંબુનો રસ નાંખીને વાટી લેવું .
  11. એક પેણીમાં તેલ મૂકીને કોથમીરથી પેસ્ટ સાંતળવી.
  12. ૪ - ૫ મિનિટ પછી તેમાં હળદર , ધાણા જીરું પાવડર , ગરમ મસાલો અને મીઠું ઉમેરવું.
  13. ૧/૪ કપ પાણી નાંખવું. ૧૦ મિનિટ સુધી ઢાંકીને મીડીયમ ગેસ પર થવા દેવું.
  14. ઈંડા ને ૨ ટુકડામાં કાપી લેવા.
  15. પીરસતી વખતે ડીશમાં પહેલા ગ્રેવી મુકવી પછી તેની ઉપર કાપેલા ઈંડા મૂકીને પીરસવું.

Reviews for Veg. Egg in marchi masala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg. Egg in marchi masala in gujarati

  • વેજ ખીમા મસાલા

    2 likes
  • કીનવા વેજ મસાલા માથી હેલ્ધી વેજ ઢોસા મેથી ટ્વીષ્ટ

    4 likes