અચારી મસાલા છોલે | Achari Masala Chole Recipe in Gujarati

ના દ્વારા Devi Amlani  |  12th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Achari Masala Chole by Devi Amlani at BetterButter
અચારી મસાલા છોલેby Devi Amlani
 • તૈયારીનો સમય

  7

  Hours
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

અચારી મસાલા છોલે

અચારી મસાલા છોલે Ingredients to make ( Ingredients to make Achari Masala Chole Recipe in Gujarati )

 • 2 કપ બાફેલા છોલે ચણા
 • 4 ચમચી તેલ
 • 4 નંગ ટમેટા
 • 1 ચમચી કસુરી મેથી
 • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
 • 2 ચમચી મલાઈ
 • 1 ચમચી મિલ્ક પાઉડર
 • 50 ગ્રામ મોળો માવો
 • 2 ચમચી કાજુ અને મગજતરીનો પાઉડર
 • 2 ચમચી સીંગદાણા અને સફેદ તલ નો પાઉડર
 • 1 ચમચી કિચન કિંગ મસાલો
 • 2 ચમચી આચાર મસાલો
 • 1 નાની ચમચી એલચી પાઉડર
 • 1 ચમચી ગરમ મસાલો
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • 1 ચમચી લાલ મરચું પાઉડર
 • ચપટી હળદર પાવડર
 • ગાર્નીશિંગ માટે
 • ધાણા ભાજી અને દાડમ ના દાણા

How to make અચારી મસાલા છોલે

 1. સૌપ્રથમ ૭ થી ૮ કલાક છોલે ના ચણા પલાળી બાફી લો.
 2. ટામેટાં ને ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો ધ્યાન રાખવું કે ટમેટા વધારે બફાઈ ન જાય અને છાલ ઉતારીને તેને ગ્રેવી કરી લો.
 3. એક પેનમાં તેલ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં કસુરી મેથી ઉમેરો.
 4. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો અને ટામેટાની ગ્રેવી ઉમેરો.
 5. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર મીઠું હળદર પાઉડર અને આચાર અને કિચન કિંગ મસાલો ઉમેરો.
 6. હવે તેમાં કાજુ મગજતરીનો પાઉડર અને સીંગદાણા તલ પાઉડર નાખો થોડું હલાવો અને જરૂર પડે તો ચારથી પાંચ ચમચી પાણી નાખી સહેજ ઉકળવા દો.
 7. ત્યારબાદ તેમાં મલાઈ અને મિલ્ક પાવડર એલચા પાવડર એલચી પાઉડર અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી હલાવો.
 8. હવે તેમાં છોલે ચણા નાખી ને ૫ થી ૧૦ મિનીટ ઢાંકણ બંધ કરીને થવા દો અને સૌથી છેલ્લે ગરમ મસાલો નાખો અને ગેસ બંધ કરી દો આ રીતે આચારી છોલે મસાલા તૈયાર છે.
 9. હવે છોલેને દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

My Tip:

જો ઘરમાં ગળી સબ્જી ખવાતી હોય તો અડધી ચમચી ખાંડ ઉમેરી શકાય.N

Reviews for Achari Masala Chole Recipe in Gujarati (0)