હોમ પેજ / રેસિપી / અચારી મસાલા છોલે

Photo of Achari Masala Chole by Devi Amlani at BetterButter
593
4
0.0(0)
0

અચારી મસાલા છોલે

Oct-12-2018
Devi Amlani
420 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અચારી મસાલા છોલે રેસીપી વિશે

છોલે મસાલા લસણ ડુંગળી વગર ના વિચારવુ પણ અશક્ય છે પરંતુ મે અહીં આચારી છોલે મસાલાનો ઉપયોગ કરી અને બીજા થોડા મસાલાનો ઉપયોગ કરી મીની સગડી પર ગરમ કર્યા છે તે ખૂબ જ સરસ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ બાફેલા છોલે ચણા
  2. 4 ચમચી તેલ
  3. 4 નંગ ટમેટા
  4. 1 ચમચી કસુરી મેથી
  5. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. 2 ચમચી મલાઈ
  7. 1 ચમચી મિલ્ક પાઉડર
  8. 50 ગ્રામ મોળો માવો
  9. 2 ચમચી કાજુ અને મગજતરીનો પાઉડર
  10. 2 ચમચી સીંગદાણા અને સફેદ તલ નો પાઉડર
  11. 1 ચમચી કિચન કિંગ મસાલો
  12. 2 ચમચી આચાર મસાલો
  13. 1 નાની ચમચી એલચી પાઉડર
  14. 1 ચમચી ગરમ મસાલો
  15. સ્વાદ પ્રમાણે મીઠું
  16. 1 ચમચી લાલ મરચું પાઉડર
  17. ચપટી હળદર પાવડર
  18. ગાર્નીશિંગ માટે
  19. ધાણા ભાજી અને દાડમ ના દાણા

સૂચનાઓ

  1. સૌપ્રથમ ૭ થી ૮ કલાક છોલે ના ચણા પલાળી બાફી લો.
  2. ટામેટાં ને ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો ધ્યાન રાખવું કે ટમેટા વધારે બફાઈ ન જાય અને છાલ ઉતારીને તેને ગ્રેવી કરી લો.
  3. એક પેનમાં તેલ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં કસુરી મેથી ઉમેરો.
  4. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો અને ટામેટાની ગ્રેવી ઉમેરો.
  5. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર મીઠું હળદર પાઉડર અને આચાર અને કિચન કિંગ મસાલો ઉમેરો.
  6. હવે તેમાં કાજુ મગજતરીનો પાઉડર અને સીંગદાણા તલ પાઉડર નાખો થોડું હલાવો અને જરૂર પડે તો ચારથી પાંચ ચમચી પાણી નાખી સહેજ ઉકળવા દો.
  7. ત્યારબાદ તેમાં મલાઈ અને મિલ્ક પાવડર એલચા પાવડર એલચી પાઉડર અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી હલાવો.
  8. હવે તેમાં છોલે ચણા નાખી ને ૫ થી ૧૦ મિનીટ ઢાંકણ બંધ કરીને થવા દો અને સૌથી છેલ્લે ગરમ મસાલો નાખો અને ગેસ બંધ કરી દો આ રીતે આચારી છોલે મસાલા તૈયાર છે.
  9. હવે છોલેને દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર