હોમ પેજ / રેસિપી / મલ્ટી પર્પસ વેજ ગ્રેવી

Photo of Multi purpose veg gravy by Devi Amlani at BetterButter
482
2
0.0(0)
0

મલ્ટી પર્પસ વેજ ગ્રેવી

Oct-12-2018
Devi Amlani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલ્ટી પર્પસ વેજ ગ્રેવી રેસીપી વિશે

ડુંગળી લસણ વિનાની આ ગ્રેવી છે જે તમે 15 દિવસ સુધી ફ્રિજરમાં સ્ટોર કરી શકો છો અને જરૂર હોય ત્યારે ઇન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૬ નંગ ટામેટા
  2. 4 ચમચી તેલ
  3. 1 ચમચી જીરૂ
  4. 1 ચમચી કસૂરી મેથી
  5. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. 3 ચમચી સિંગદાણાનો અને સફેદ તલ નો ભૂકો
  7. 1 ચમચી મિલ્ક પાઉડર
  8. 2 ચમચી ક્રીમ
  9. 1 ચમચી કિચન કિંગ મસાલો
  10. 1 ચમચી ગરમ મસાલો
  11. ચપટી હળદર
  12. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
  13. સ્વાદ પ્રમાણે મીઠું
  14. 1 ચમચી લીંબુનો રસ
  15. 2 ચમચી ખમણેલું ચીઝ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ટમેટાને બાફીને તેની ગ્રેવી કરી લો
  2. હવે એક પેનમાં તેલ લો
  3. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને કસુરી મેથી નાંખો અને તરત જ આદુ-મરચાની પેસ્ટ નાખી સાંતળો
  4. ત્યારબાદ તેમાં ટામેટાની ગ્રેવી નાખીને હલાવો અને પછી લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું અને મીઠું નાખી થવા દો
  5. ત્યારબાદ તેમાં સીંગદાણા અને સફેદ તલ નો ભૂકો નાખો અને અને મિલ્ક પાઉડર નાખીને ઉકળવા દો જરૂર પડે તો થોડું પાણી નાખો
  6. હવે એકદમ ઉકળી ગયા બાદ તેમાં ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી હલાવો
  7. અને સૌથી અને સૌથી છેલ્લે ચીઝ અને ક્રીમ નાખીને હલાવો અને ગેસ બંધ કરી દો
  8. આ રીતે મલ્ટી પર્પસ ગ્રેવી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર