હોમ પેજ / રેસિપી / પાલક મખાના કરી

Photo of Spinach makhana curry by Urvashi Belani at BetterButter
653
5
0.0(0)
0

પાલક મખાના કરી

Oct-12-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક મખાના કરી રેસીપી વિશે

આ રેસીપી માં પાલક ને ટામેટા ની ગ્રેવી માં બનાવી, તેમાં તળેલા મખાના નાખી બનાવ્યું છે અને ઉપર થી કોલસા ની મદદ થી સ્મોકી ફ્લેવર આપ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 500ગ્રામ પાલક
  2. 1/2 કપ મખાના
  3. 3 ટામેટા
  4. 1/2 ચમચી જીરું
  5. 1 ચપટી હિંગ
  6. 1 ચમચી વાટેલા આદુ મરચા
  7. 2 ચમચા ફ્રેશ ક્રીમ
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ધાણા પાવડર
  10. 1/4 ચમચી હળદર
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. સ્વાદાનુસાર નમક
  13. 2 ચમચા તેલ ± તળવા માટે તેલ
  14. સ્મોકી ફ્લેવર માટે:
  15. 1 કોલસો
  16. 1/2 ચમચી ઘી

સૂચનાઓ

  1. મખાના ને ગરમ તેલ માં તળી લો. પાલક ને 2 મિનિટ બાફી, પછી પાણી કાઢી મિક્સર માં પીસી પેસ્ટ બનાવો. ટામેટા ને મિક્સર માં પીસી પેસ્ટ બનાવો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું, હિંગ નાખી ટામેટા નાખો. પછી વાટેલા આદુ મરચા નાખી 2 મિનિટ સિમ આંચ થવા દો
  3. બધા મસાલા નાખી મિક્સ કરો ફ્રેશ ક્રીમ નાખો
  4. ગ્રેવી જયારે તેલ પર આવે ત્યારે તેમાં પાલક પેસ્ટ નાખી મિક્સ કરો .
  5. 2 મિનિટ થયા પછી મખાના નાખો.
  6. બનેલા શાક ની વચ્ચે એક વાડકી મુકી , તે વાડકી માં બળેલો કોલસો મૂકી તેમાં 1/2 ચમચી ઘી નાખી તરત જ ઢાંકી દો
  7. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી ગરમા ગરમ શાક રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર