હોમ પેજ / રેસિપી / પનીર ડમ્પલિંગ ઇન સ્પીનેચ ગ્રેવી

Photo of Paneer Dumpling In Spinach Gravy by Jyoti Adwani at BetterButter
577
5
0.0(0)
0

પનીર ડમ્પલિંગ ઇન સ્પીનેચ ગ્રેવી

Oct-13-2018
Jyoti Adwani
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ડમ્પલિંગ ઇન સ્પીનેચ ગ્રેવી રેસીપી વિશે

લસણ અને ડુંગળી વગર કંઈક જો નવું બનાવવા માગતા હોવ તો એક વાર મારી આ રેસિપી અજમાવી જુઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ચાઇનીઝ
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. પાલક ૨૫૦ ગ્રામ
  2. ટામેટું ૧
  3. મીઠું સ્વાદ મુજબ
  4. પનીર ૧૦૦ ગ્રામ
  5. કાજુ ૧૦
  6. ખસખસ ૧ ચમચી
  7. ગરમ મસાલો અડધી ચમચી નાની
  8. પનીર મસાલો ચપટી જેટલો
  9. લાલ મરચું ૧ નાની ચમચી
  10. લીલા મરચા ૨
  11. કોબી અડધી વાટકી
  12. તેલ 2 ચમચી
  13. ઘી 2 ચમચી
  14. આદુ નો નાનો કંટકો
  15. ગાજર ૧
  16. જીરુ અડધી નાની ચમચી
  17. કાળા તલ ૧ નાની ચમચી
  18. ૧ તજ નો કટકો
  19. ૨ લવિંગ
  20. મેંદો અડધી કટોરી
  21. મલાઈ અડધી નાની વાટકી
  22. ખાંડ ચપટી જેટલી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ડમ્પલિંગ માટે લોટ બાંધી લઈએ.
  2. મેંદા માં ૧ ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને લોટ બાંધી લો અને ૧૦ મિનિટ માટે મૂકી દો.
  3. સ્ટફિંગ માટે ગાજર,કોબી,પનીર ને છીણી લો.
  4. હવે કઢાઈ માં ૧ ચમચી તેલ મુકો.
  5. તેલ ગરમ થતા જ તેમ કોબી અને ગાજર નાખીને હલાવો.
  6. ૫ મિનિટ સંતળયા બાદ તેમાં ૧ બારીક કાપેલું મરચું નાખો.
  7. હવે તેમાં મીઠું,છીણેલુ પનીર અને પનીર નો મસાલો નાખી સારી રીતે મિક્સ કરી ગેસ બન્ધ કરો.
  8. હવે પાલક ને સારી રીતે ધોઈ ને ૫ મિનિટ માટે બાફી લો.
  9. પાલક ને બાફવા સમયે જરાક ખાંડ ઉમેરો જેથી તેનો રંગ સારો રહેશે.
  10. હવે લોટ માંથી નાના લુઆ બનાવી લો અને પુરી વણી લો.
  11. પુરી ની વચ્ચે તૈયાર કરેલું મિશ્રણ મુકો અને મનગમતા આકાર આપીને મોમોસ બનાવો.
  12. હવે તે ડમ્પલિંગ ને ૧૦ મિનિટ માટે વરાળ માં બાફી લો.
  13. ડમ્પલિંગ બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈએ.
  14. પાલક બફાય જાય એટલે તેને મિક્સચર માં,૧ લીલું મરચું,ટામેટું,આદુ નાખી ને પિસી લો.
  15. કઢાઈ માં ઘી ગરમ કરો અને તેમાં જીરુ નાખો.
  16. હવે તેમાં પાલક ની પેસ્ટ ઉમેરો અને ગરમ મસાલો,મીઠું, લાલ મરચું નાખીને ધીમા તાપે મૂકી દો.
  17. કાજુ અને ખસખસ ને ૧ કલાક માટે પલાળી ને પછી તેને મિક્સચર માં પીસી લો અને પાલક ની ગ્રેવી માં ઉમેરો.
  18. તજ અને લવિંગ ને પણ પીસીને ઉમેરો અને સારી રીતે હલાવી ધીમા તાપે ગ્રેવી થવા દો.
  19. હવે મલાઈ નાખી ને ૧૦ મિનિટ માટે ધીમા તાપે થવા દો.
  20. ઘી છૂટવા માંડે એટલે આપણી ગ્રેવી તૈયાર છે અને ગેસ બંધ કરો.
  21. હવે સર્વિંગ ડીશ માં ડમ્પલિંગ મૂકી પછી ગ્રેવી નાખો અને સર્વે કરો.
  22. હવે તેના પર કાળા તલ અને લીલા મરચા ની લાંબી ચીર મૂકી ને સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર