૧) સૌ પ્રથમ ફ્રેન્ચ લોફ ને પાતળી સ્લાઈસ માં કટ કરો.
૨) બટર માં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બારીક સમારેલી કોથમીર ઉમેરો અને બરોબર મિક્સ કરવું.
૩) કટ કરેલી બ્રેડ સ્લાઈસ પર તૈયાર કરેલું બટર સ્પ્રેડ કરવું.
૪) પ્રિહિટેડ ઓવન માં આ સ્લાઈસ ને ૫-૭ મિનીટ માટે ટોસ્ટ કરવી. ત્યાં સુધી મા ટોપિંગ તૈયાર કરવું.
૫) એક બાઉલ માં લાંબા સુધારેલા ત્રણ રંગ ના કેપ્સિકમ, બેબી કોર્ન, લેવા.
૬) તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, તથા ઓલિવ ઓઇલ નાખી મિક્સ કરવું. સ્વાદ પ્રમણે મીઠું ઉમેરી મિક્સ કરવું.
૭) ઓવન માં મુકેલી બ્રેડ સ્લાઈસ પર ૧ થી ૧.૫ ચમચી જેટલું સ્ટફિંગ મૂકવું. તથા ઉપર થી ચીઝ ના ક્યૂબેસ મૂકવા.
૮) પ્રિહિટેડ ઓવન માં ૭-૮ મિનિટ માટે બેક કરવૂ.
૯) સ્ટાર્ટર તૈયાર!!!
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો