ગાજર, કેપ્સીકમ, કોબી અને ફૂલેવર ને છીણી લો.
બધુ ધોઈને સાથે ભેગુ કરો.
પેન મ ૨ મોટી ચમચી તેલ ગરમ કરી ચણાનો લોટ સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
છીણેલા શાકભાજી નાખી મિક્સ કરો.
પાણી સુકાય અને મિશ્રણ એકસાથે ભેગુ દેખાવા લગે તો ગેસ બંદ કરો અને એક પ્લેટ મ કાઢી ઠંડ઼ુ પડવા દો.
બટાકા ને બાફી લઇ છાલ કાઢી ઠંડું કરી છીણી લો.
લીલા મરચા ઝીણા સમારી,કાજુ પણ સમારી બટાટા મા નાખી દો.
છીણેલું બીટ ઉમેરો.
સૂકી દરાખ સમારી ,પનીર પણ છીણી ને ઉમેરો.
બધાં મસાલા મિક્સ કરો.
બધુ મિશ્રણ બરાબર મિક્સ કરી લો,તેમાં શેકેલી શાકભાજી ,બધાં મસાલા અને મીઠુ નાખી મિક્સ કરો.
મિશ્રણ માંથી લંબગોળ આકારના કટલેસ બનાવી લો, સીખ કબાબ નાં આકાર જેવા.
તૈયાર કબાબ ને ફ્રીઝર મ ૧ કલાક મુકી રાખો.
ગ્રેવી માટે સીંગદાણા ને નોનસ્ટિક પેન મા ઘીમાં તાપે સુગંધ આવે ત્યાં સુધી કોરા શેકી લો.
એક કડાઈ મા ૩ મોટી ચમચી તેલ ગરમ કરી નારિયેળ ને આછા કથ્થઈ રંગ નાં તળી લો. એક પ્લેટ મા કાઢી લો.
મિક્સરમાં તળેલા નારિયેળ,શેકેલા સિંગ,કાજુ અને ટામેટા નાખો.
થોડુ પાણી નાખી ઝીણું વાટી લો.
એજ કડાઈમાં વાટેલું પેસ્ટ નાખો અને સતત ચલાવતા રહી પક્વૉ.
મીઠુ,લાલ મરચું,ગરમ મસાલો, ધાણા ,જીરું નાખો. ૧/૪ કપ પાણી નાખી ઢાકિ દો. મિશ્રણ ઘટ્ટ થાય અને આજુબાજુ થી તેલ છોડે તો ગેસ બંદ કરો.
ફ્રીઝરમાથી કબાબ કાઢી લો, સ્હેજ કોનફલોર લગાવો.
નોનસ્ટિક પેનમા તેલ ગરમ કરી ૪ કબાબ મુકી બધી બાજુઓથી ફેરવી ફેરવી શેલોફ્રાય કરી લો. બધાં કબાબ આ રીતે તળી લો.
તળેલા કબાબ કિચન પેપર પર કાઢી લો.
પીરસવા માટે એક પ્લેટ મા કબાબ મૂકો તેનાં પર તૈયાર ગ્રેવી રેડી ગરમ ગરમ પીરસો.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો