Open in app

વેજ સીખ કબાબ ગ્રેવી (કાંદા લસણ વગર)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  6 people

Vej seekh kabab gravy ના વિશે

Ingredients to make Vej seekh kabab gravy in gujarati

  • સીખ બનાવવા
  • બટાકા ૪ નાના
  • કોબી છીણેલું ૩ મોટી ચમચી
  • ફૂલેવર છીણેલું ૩ મોટી ચમચી
  • ગાજર ૧
  • કેપ્સીકમ ૧
  • બીટ ૧/૨
  • ચણાનો લોટ ૪ મોટી ચમચી
  • લીલા મરચા ૫
  • પનીર ૫૦ ગ્રામ
  • કાજુ ૭ નઁગ
  • સૂકી દરાખ ૭ નઁગ
  • ધાણા પાવડર ૧ નાની ચમચી
  • જીરુ પાવડર ૧ નાની ચમચી
  • ગરમ મસાલો ૧/૪ નાની ચમચી
  • ચાટ મસાલો ૧/૪ નાની ચમચી
  • મીઠુ જરૂર મુજબ
  • તેલ ૨ મોટી ચમચી અને શેલો ફ્રાય માટે
  • ગ્રેવી માટે
  • તાજું નારિયેળ ૧/૪
  • સીંગદાણા ૩ મોટી ચમચી
  • કાજુ ૮ નઁગ
  • ટામેટા ૧
  • ધાણા પાવડર ૧/૨ નાની ચમચી
  • જીરુ પાવડર ૧/૨ નાની ચમચી
  • લાલ મરચાની ભૂકી ૧ નાની ચમચી
  • ગરમ મસાલો ૧/૮ નાની ચમચી
  • કોર્નફ્લોર ૧ મોટી ચમચી
  • તેલ ૩ મોટી ચમચી

How to make Vej seekh kabab gravy in gujarati

  1. ગાજર, કેપ્સીકમ, કોબી અને ફૂલેવર ને છીણી લો.
  2. બધુ ધોઈને સાથે ભેગુ કરો.
  3. પેન મ ૨ મોટી ચમચી તેલ ગરમ કરી ચણાનો લોટ સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
  4. છીણેલા શાકભાજી નાખી મિક્સ કરો.
  5. પાણી સુકાય અને મિશ્રણ એકસાથે ભેગુ દેખાવા લગે તો ગેસ બંદ કરો અને એક પ્લેટ મ કાઢી ઠંડ઼ુ પડવા દો.
  6. બટાકા ને બાફી લઇ છાલ કાઢી ઠંડું કરી છીણી લો.
  7. લીલા મરચા ઝીણા સમારી,કાજુ પણ સમારી બટાટા મા નાખી દો.
  8. છીણેલું બીટ ઉમેરો.
  9. સૂકી દરાખ સમારી ,પનીર પણ છીણી ને ઉમેરો.
  10. બધાં મસાલા મિક્સ કરો.
  11. બધુ મિશ્રણ બરાબર મિક્સ કરી લો,તેમાં શેકેલી શાકભાજી ,બધાં મસાલા અને મીઠુ નાખી મિક્સ કરો.
  12. મિશ્રણ માંથી લંબગોળ આકારના કટલેસ બનાવી લો, સીખ કબાબ નાં આકાર જેવા.
  13. તૈયાર કબાબ ને ફ્રીઝર મ ૧ કલાક મુકી રાખો.
  14. ગ્રેવી માટે સીંગદાણા ને નોનસ્ટિક પેન મા ઘીમાં તાપે સુગંધ આવે ત્યાં સુધી કોરા શેકી લો.
  15. એક કડાઈ મા ૩ મોટી ચમચી તેલ ગરમ કરી નારિયેળ ને આછા કથ્થઈ રંગ નાં તળી લો. એક પ્લેટ મા કાઢી લો.
  16. મિક્સરમાં તળેલા નારિયેળ,શેકેલા સિંગ,કાજુ અને ટામેટા નાખો.
  17. થોડુ પાણી નાખી ઝીણું વાટી લો.
  18. એજ કડાઈમાં વાટેલું પેસ્ટ નાખો અને સતત ચલાવતા રહી પક્વૉ.
  19. મીઠુ,લાલ મરચું,ગરમ મસાલો, ધાણા ,જીરું નાખો. ૧/૪ કપ પાણી નાખી ઢાકિ દો. મિશ્રણ ઘટ્ટ થાય અને આજુબાજુ થી તેલ છોડે તો ગેસ બંદ કરો.
  20. ફ્રીઝરમાથી કબાબ કાઢી લો, સ્હેજ કોનફલોર લગાવો.
  21. નોનસ્ટિક પેનમા તેલ ગરમ કરી ૪ કબાબ મુકી બધી બાજુઓથી ફેરવી ફેરવી શેલોફ્રાય કરી લો. બધાં કબાબ આ રીતે તળી લો.
  22. તળેલા કબાબ કિચન પેપર પર કાઢી લો.
  23. પીરસવા માટે એક પ્લેટ મા કબાબ મૂકો તેનાં પર તૈયાર ગ્રેવી રેડી ગરમ ગરમ પીરસો.

Reviews for Vej seekh kabab gravy in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vej seekh kabab gravy in gujarati