હોમ પેજ / રેસિપી / વેજ સીખ કબાબ ગ્રેવી (કાંદા લસણ વગર)

Photo of Vej seekh kabab gravy by safiya abdurrahman khan at BetterButter
530
4
0.0(0)
0

વેજ સીખ કબાબ ગ્રેવી (કાંદા લસણ વગર)

Oct-13-2018
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ સીખ કબાબ ગ્રેવી (કાંદા લસણ વગર) રેસીપી વિશે

સિખ કબાબ સામાન્ય રીતે નોનવેજ માંથી બને છે, પણ આ કબાબ બધી શાકભાજી માંથી બનેલ છે, ગ્રેવી માટે મે તળેલા નારિયેળ,કાજુ,ટામેટા અને શેકેલી સીંગ નાખી ગ્રેવી બનાવી છે, કાંદા લસણ વગરની આ વાનગી ખુબજ સ્વાદિષ્ટ બની છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 6

  1. સીખ બનાવવા
  2. બટાકા ૪ નાના
  3. કોબી છીણેલું ૩ મોટી ચમચી
  4. ફૂલેવર છીણેલું ૩ મોટી ચમચી
  5. ગાજર ૧
  6. કેપ્સીકમ ૧
  7. બીટ ૧/૨
  8. ચણાનો લોટ ૪ મોટી ચમચી
  9. લીલા મરચા ૫
  10. પનીર ૫૦ ગ્રામ
  11. કાજુ ૭ નઁગ
  12. સૂકી દરાખ ૭ નઁગ
  13. ધાણા પાવડર ૧ નાની ચમચી
  14. જીરુ પાવડર ૧ નાની ચમચી
  15. ગરમ મસાલો ૧/૪ નાની ચમચી
  16. ચાટ મસાલો ૧/૪ નાની ચમચી
  17. મીઠુ જરૂર મુજબ
  18. તેલ ૨ મોટી ચમચી અને શેલો ફ્રાય માટે
  19. ગ્રેવી માટે
  20. તાજું નારિયેળ ૧/૪
  21. સીંગદાણા ૩ મોટી ચમચી
  22. કાજુ ૮ નઁગ
  23. ટામેટા ૧
  24. ધાણા પાવડર ૧/૨ નાની ચમચી
  25. જીરુ પાવડર ૧/૨ નાની ચમચી
  26. લાલ મરચાની ભૂકી ૧ નાની ચમચી
  27. ગરમ મસાલો ૧/૮ નાની ચમચી
  28. કોર્નફ્લોર ૧ મોટી ચમચી
  29. તેલ ૩ મોટી ચમચી

સૂચનાઓ

  1. ગાજર, કેપ્સીકમ, કોબી અને ફૂલેવર ને છીણી લો.
  2. બધુ ધોઈને સાથે ભેગુ કરો.
  3. પેન મ ૨ મોટી ચમચી તેલ ગરમ કરી ચણાનો લોટ સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
  4. છીણેલા શાકભાજી નાખી મિક્સ કરો.
  5. પાણી સુકાય અને મિશ્રણ એકસાથે ભેગુ દેખાવા લગે તો ગેસ બંદ કરો અને એક પ્લેટ મ કાઢી ઠંડ઼ુ પડવા દો.
  6. બટાકા ને બાફી લઇ છાલ કાઢી ઠંડું કરી છીણી લો.
  7. લીલા મરચા ઝીણા સમારી,કાજુ પણ સમારી બટાટા મા નાખી દો.
  8. છીણેલું બીટ ઉમેરો.
  9. સૂકી દરાખ સમારી ,પનીર પણ છીણી ને ઉમેરો.
  10. બધાં મસાલા મિક્સ કરો.
  11. બધુ મિશ્રણ બરાબર મિક્સ કરી લો,તેમાં શેકેલી શાકભાજી ,બધાં મસાલા અને મીઠુ નાખી મિક્સ કરો.
  12. મિશ્રણ માંથી લંબગોળ આકારના કટલેસ બનાવી લો, સીખ કબાબ નાં આકાર જેવા.
  13. તૈયાર કબાબ ને ફ્રીઝર મ ૧ કલાક મુકી રાખો.
  14. ગ્રેવી માટે સીંગદાણા ને નોનસ્ટિક પેન મા ઘીમાં તાપે સુગંધ આવે ત્યાં સુધી કોરા શેકી લો.
  15. એક કડાઈ મા ૩ મોટી ચમચી તેલ ગરમ કરી નારિયેળ ને આછા કથ્થઈ રંગ નાં તળી લો. એક પ્લેટ મા કાઢી લો.
  16. મિક્સરમાં તળેલા નારિયેળ,શેકેલા સિંગ,કાજુ અને ટામેટા નાખો.
  17. થોડુ પાણી નાખી ઝીણું વાટી લો.
  18. એજ કડાઈમાં વાટેલું પેસ્ટ નાખો અને સતત ચલાવતા રહી પક્વૉ.
  19. મીઠુ,લાલ મરચું,ગરમ મસાલો, ધાણા ,જીરું નાખો. ૧/૪ કપ પાણી નાખી ઢાકિ દો. મિશ્રણ ઘટ્ટ થાય અને આજુબાજુ થી તેલ છોડે તો ગેસ બંદ કરો.
  20. ફ્રીઝરમાથી કબાબ કાઢી લો, સ્હેજ કોનફલોર લગાવો.
  21. નોનસ્ટિક પેનમા તેલ ગરમ કરી ૪ કબાબ મુકી બધી બાજુઓથી ફેરવી ફેરવી શેલોફ્રાય કરી લો. બધાં કબાબ આ રીતે તળી લો.
  22. તળેલા કબાબ કિચન પેપર પર કાઢી લો.
  23. પીરસવા માટે એક પ્લેટ મા કબાબ મૂકો તેનાં પર તૈયાર ગ્રેવી રેડી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર