બેસન ભીંડી મસાલા | Besan Bhindi Masala Recipe in Gujarati

ના દ્વારા Lisha Aravind  |  25th Aug 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Besan Bhindi Masala by Lisha Aravind at BetterButter
બેસન ભીંડી મસાલાby Lisha Aravind
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

8249

0

બેસન ભીંડી મસાલા વાનગીઓ

બેસન ભીંડી મસાલા Ingredients to make ( Ingredients to make Besan Bhindi Masala Recipe in Gujarati )

 • ભીંડા - 1/4 કિલોગ્રામ / 250 ગ્રામ
 • તેલ - 3 મોટી ચમચી
 • એત ચપટી હીંગ
 • જીરું - 1/2 નાની ચમચી
 • બેસન - 4 મોટી ચમચી
 • લાલ મરચું - 1/2 - 1 નાની ચમચી
 • ધણાનો પાવડર - 1 નાની ચમચી
 • હળદર - 1/4 નાની ચમચી
 • આદુ - 1 ઇંચ
 • આમચૂર પાવડર - 1 નાની ચમચી
 • ગરમ મસાલો - 1/4 નાની ચમચી
 • કોથમીર - 1 મોટી ચમચી (સમારેલા)
 • મીઠું સ્વાદાનુસાર

How to make બેસન ભીંડી મસાલા

 1. જ્યાં સુધી સારી સુંગધ ન આવે ત્યાર સુધી બેસનને ધીમી આંચ પર સાંતળો. તેને એક થાળીમાં લઈને બાજુ પર મૂકી દો.
 2. ભીંડાને ધોઈને સારી રીતે કોરા કરી લો. ભીંડાના બન્ને છેડાને બરાબર રીતે કાપી લો. તેને તોડ્યા વગર વચ્ચેથી ચીરી લો.
 3. એક કઢાઇમાં 1 મોટી ચમચી તેલ લઈને તેમાં ભીંડા નાખો. તે કુરકુરા બની જાય ત્યાં સુધી સાંતળો. તેને એક થાળીમાં લઈને બાજુ પર મૂકી દો.
 4. તે જ કઢાઇમાં, બાકી બચેલું તેલ નાખો. જીરું નાખો અને તેને તતડવા દો, હીંગ નાખો અને થોડી વાર માટે સાંતળો.
 5. હળદર, લાલ મરચું, ધાણાનો પાવડર અને આદુ નાખીને ધીમી આંચ પર સાંતળો.
 6. બેસન નાખો અને સારી રીતે સાંતળો. ધીમી આંચ પર તેને ત્યાં સુધી સાંતળો કે જ્યાં સુધી કાચી સુગંધ જતી ન રહે.
 7. મિશ્રણમાં તળેલા ભીંડા નાખો, મીઠું અને આમચૂર પાવડર નાખો અને સારી રીતે ભેળવો. બધો મસાલો સારી રીતે ભીંડા પર લાગી જાય ત્યાં સુધી હલાવતા રહો.
 8. ઢાંકી દો અને 2-3 મિનિટ સુધી ધીમી આંચ પર રંધાવા દો. ઢાંકણ ખોલો, સારી રીતે હલાવો જેથી મિશ્રણ તળિયે ચોંટી ન જાય. ફરીથી ઢાંકો અને 2-3 મિનિટ માટે રાંધો.
 9. ઢાંકણ ખોલો. આટલા સુધીમાં ભીંડા સારી રીતે બની ગયા હશે. બીજી 2-3 મિનિટ સુધી ભારે આંચ પર ફરીથી રાંધો. હલાવતા રહો.
 10. ગરમ મસાલો નાખો, સારી રીતે ભેળવો. ગેસ પરથી ઊતારી લો.
 11. છેલ્લે કોથમીર નાખો અને સારી રીતે ભેળવો.
 12. બેસન ભીંડીને રોટલી, પરાઠા અથવા પુરી સાથે પીરસો.

Reviews for Besan Bhindi Masala Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો