BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બેસન ભીંડી મસાલા

Photo of Besan Bhindi Masala by Lisha Aravind at BetterButter
539
1092
0(0)
0

બેસન ભીંડી મસાલા

Aug-25-2015
Lisha Aravind
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • મહારાષ્ટ્ર
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ભીંડા - 1/4 કિલોગ્રામ / 250 ગ્રામ
  2. તેલ - 3 મોટી ચમચી
  3. એત ચપટી હીંગ
  4. જીરું - 1/2 નાની ચમચી
  5. બેસન - 4 મોટી ચમચી
  6. લાલ મરચું - 1/2 - 1 નાની ચમચી
  7. ધણાનો પાવડર - 1 નાની ચમચી
  8. હળદર - 1/4 નાની ચમચી
  9. આદુ - 1 ઇંચ
  10. આમચૂર પાવડર - 1 નાની ચમચી
  11. ગરમ મસાલો - 1/4 નાની ચમચી
  12. કોથમીર - 1 મોટી ચમચી (સમારેલા)
  13. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. જ્યાં સુધી સારી સુંગધ ન આવે ત્યાર સુધી બેસનને ધીમી આંચ પર સાંતળો. તેને એક થાળીમાં લઈને બાજુ પર મૂકી દો.
  2. ભીંડાને ધોઈને સારી રીતે કોરા કરી લો. ભીંડાના બન્ને છેડાને બરાબર રીતે કાપી લો. તેને તોડ્યા વગર વચ્ચેથી ચીરી લો.
  3. એક કઢાઇમાં 1 મોટી ચમચી તેલ લઈને તેમાં ભીંડા નાખો. તે કુરકુરા બની જાય ત્યાં સુધી સાંતળો. તેને એક થાળીમાં લઈને બાજુ પર મૂકી દો.
  4. તે જ કઢાઇમાં, બાકી બચેલું તેલ નાખો. જીરું નાખો અને તેને તતડવા દો, હીંગ નાખો અને થોડી વાર માટે સાંતળો.
  5. હળદર, લાલ મરચું, ધાણાનો પાવડર અને આદુ નાખીને ધીમી આંચ પર સાંતળો.
  6. બેસન નાખો અને સારી રીતે સાંતળો. ધીમી આંચ પર તેને ત્યાં સુધી સાંતળો કે જ્યાં સુધી કાચી સુગંધ જતી ન રહે.
  7. મિશ્રણમાં તળેલા ભીંડા નાખો, મીઠું અને આમચૂર પાવડર નાખો અને સારી રીતે ભેળવો. બધો મસાલો સારી રીતે ભીંડા પર લાગી જાય ત્યાં સુધી હલાવતા રહો.
  8. ઢાંકી દો અને 2-3 મિનિટ સુધી ધીમી આંચ પર રંધાવા દો. ઢાંકણ ખોલો, સારી રીતે હલાવો જેથી મિશ્રણ તળિયે ચોંટી ન જાય. ફરીથી ઢાંકો અને 2-3 મિનિટ માટે રાંધો.
  9. ઢાંકણ ખોલો. આટલા સુધીમાં ભીંડા સારી રીતે બની ગયા હશે. બીજી 2-3 મિનિટ સુધી ભારે આંચ પર ફરીથી રાંધો. હલાવતા રહો.
  10. ગરમ મસાલો નાખો, સારી રીતે ભેળવો. ગેસ પરથી ઊતારી લો.
  11. છેલ્લે કોથમીર નાખો અને સારી રીતે ભેળવો.
  12. બેસન ભીંડીને રોટલી, પરાઠા અથવા પુરી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર