રતાળુ ચાટ | Purple Yam Chaat Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  13th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Purple Yam Chaat by Rani Soni at BetterButter
રતાળુ ચાટby Rani Soni
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  3

  લોકો

2

0

રતાળુ ચાટ

રતાળુ ચાટ Ingredients to make ( Ingredients to make Purple Yam Chaat Recipe in Gujarati )

 • 1 નાના કદ નું રતાળુ
 • 1 કપ દહીં ફીણેલું
 • 1/2 કપ લીલી ચટણી
 • 1/8 કપ ખજુર આંમલી ચટણી
 • 2 ચમચી ચાટ મસાલા
 • 1 ચમચી કોથમીર
 • 2-3 ચમચી બારીક સેવ

How to make રતાળુ ચાટ

 1. રતાળુ ની છાલ કાઢી નાના ચોરસ ટુકડાઓ કરો.
 2. સ્ટીમર માં 15 - 20 મિનિટ માટે વરાળ થી બાફી લો.
 3. શોટ ગ્લાસ માં 1 ચમચી દહીં ઉમેરો.
 4. 1/2 ચમચી લીલી ચટણી ઉમેરો.
 5. 1/4 ચમચી ખજૂર આંમલી ચટણી ઉમેરો.
 6. બાફેલ રતાળુ નો અેક ટુકડો ઉમેરો.
 7. થોડી બારીક સેવ નાંખો.
 8. ચાટ મસાલો ભભરાવો.
 9. ફરી એ જ રીત લેયર બનાવો.
 10. શોટ ગ્લાસ ઉપર બાફેલ રતાળુ નો એક ટુકડો મૂકો.
 11. ચાટ મસાલો નો છંટકાવ કરો.
 12. કોથમીર નાંખી પિરસો.

Reviews for Purple Yam Chaat Recipe in Gujarati (0)