હોમ પેજ / રેસિપી / રતાળુ ચાટ

Photo of Purple Yam Chaat by Rani Soni at BetterButter
1007
4
0.0(0)
0

રતાળુ ચાટ

Oct-13-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રતાળુ ચાટ રેસીપી વિશે

રતાળુ ચાટ એક આઈકેચિંગ મોહક અને ચટપટી રેસીપી છે .જે બાફેલ રતાળુ, ચટણી,ચાટ મસાલા,સેવ ઉમેરી ચાટ તૈયાર કરવામાં આવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 નાના કદ નું રતાળુ
  2. 1 કપ દહીં ફીણેલું
  3. 1/2 કપ લીલી ચટણી
  4. 1/8 કપ ખજુર આંમલી ચટણી
  5. 2 ચમચી ચાટ મસાલા
  6. 1 ચમચી કોથમીર
  7. 2-3 ચમચી બારીક સેવ

સૂચનાઓ

  1. રતાળુ ની છાલ કાઢી નાના ચોરસ ટુકડાઓ કરો.
  2. સ્ટીમર માં 15 - 20 મિનિટ માટે વરાળ થી બાફી લો.
  3. શોટ ગ્લાસ માં 1 ચમચી દહીં ઉમેરો.
  4. 1/2 ચમચી લીલી ચટણી ઉમેરો.
  5. 1/4 ચમચી ખજૂર આંમલી ચટણી ઉમેરો.
  6. બાફેલ રતાળુ નો અેક ટુકડો ઉમેરો.
  7. થોડી બારીક સેવ નાંખો.
  8. ચાટ મસાલો ભભરાવો.
  9. ફરી એ જ રીત લેયર બનાવો.
  10. શોટ ગ્લાસ ઉપર બાફેલ રતાળુ નો એક ટુકડો મૂકો.
  11. ચાટ મસાલો નો છંટકાવ કરો.
  12. કોથમીર નાંખી પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર