છાલવાળા બટાકા નું રસાવાળુ શાક | Potato (with skin) Curry Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  13th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Potato (with skin) Curry by Purvi Modi at BetterButter
છાલવાળા બટાકા નું રસાવાળુ શાકby Purvi Modi
  • તૈયારીનો સમય

    4

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    3

    લોકો

5

0

છાલવાળા બટાકા નું રસાવાળુ શાક વાનગીઓ

છાલવાળા બટાકા નું રસાવાળુ શાક Ingredients to make ( Ingredients to make Potato (with skin) Curry Recipe in Gujarati )

  • બટાકા ૪-૫
  • તેલ ૪-૫ ટી સ્પૂન
  • રાઈ ૧ ટી સ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • અજમો ૧/૪ ટી સ્પૂન
  • મેથીના દાણા ૧/૪ ટી સ્પૂન
  • સૂકા લાલ મરચાં ૨
  • તમાલપત્ર ૧
  • ચપટી હિંગ
  • લીમડાના પાન ૫-૭
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
  • ધાણા જીરા પાવડર ૧ ટી સ્પૂન
  • ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  • આમલીનો પલ્પ ૧ ટેબલસ્પૂન
  • ગોળ ૨ ટી સ્પૂન
  • સમારેલી કોથમીર ૨ ટી સ્પૂન

How to make છાલવાળા બટાકા નું રસાવાળુ શાક

  1. સૌપ્રથમ બટાટાને બરાબર ધોઈ લો.
  2. ત્યારબાદ તેના છાલ સાથે થોડા મોટા ટુકડા કરી લો.
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, અજમો, મેથી ના દાણા, તમાલપત્ર, સૂકા લાલ મરચાં ઉમેરો.
  4. રાઈ તતડે એટલે તેમાં હિંગ અને લીમડાના પાન ઉમેરો.
  5. હવે તેમાં લગભગ બે કપ જેટલું પાણી ઉમેરીને ઉકળવા દો.
  6. પાણી ઉકળે એટલે તેમાં સમારેલા બટાકા ઉમેરો.
  7. મીઠું અને હળદર ઉમેરો.
  8. ઢાંકણ ઢાંકી તેને ચઢવા દો.
  9. થોડા થોડા સમયે ઢાકણ ખોલી શાક હલાવતા રહો.
  10. બટાકા બરાબર ચઢી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમલીનો પલ્પ અને ગોળ ઉમેરો.
  11. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી ફરીથી ઢાંકીને ૨-૩ મિનિટ સુધી થવા દો.
  12. છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરીને ગેસ બંધ કરી દો.
  13. તૈયાર છે છાલ વાળા બટાકા નુ રસાવાળુ શાક. ગરમાગરમ પૂરી સાથે પરોસો.

My Tip:

આમલીના બદલે આમચૂર પાઉડર નો ઉપયોગ કરી શકો છો.

Reviews for Potato (with skin) Curry Recipe in Gujarati (0)