હોમ પેજ / રેસિપી / છાલવાળા બટાકા નું રસાવાળુ શાક

Photo of Potato (with skin) Curry by Purvi modi at BetterButter
1017
2
0.0(0)
0

છાલવાળા બટાકા નું રસાવાળુ શાક

Oct-13-2018
Purvi modi
4 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છાલવાળા બટાકા નું રસાવાળુ શાક રેસીપી વિશે

બટાકા ના રસાવાળુ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ છે.જેને કોઇપણ પ્રસંગે, તહેવાર ના દિવસે અથવા નાત ના જમણવારમાં બનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બટાકા ૪-૫
  2. તેલ ૪-૫ ટી સ્પૂન
  3. રાઈ ૧ ટી સ્પૂન
  4. જીરું ૧ ટી સ્પૂન
  5. અજમો ૧/૪ ટી સ્પૂન
  6. મેથીના દાણા ૧/૪ ટી સ્પૂન
  7. સૂકા લાલ મરચાં ૨
  8. તમાલપત્ર ૧
  9. ચપટી હિંગ
  10. લીમડાના પાન ૫-૭
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. હળદર ૧/૨ ટી સ્પૂન
  13. લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
  14. ધાણા જીરા પાવડર ૧ ટી સ્પૂન
  15. ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  16. આમલીનો પલ્પ ૧ ટેબલસ્પૂન
  17. ગોળ ૨ ટી સ્પૂન
  18. સમારેલી કોથમીર ૨ ટી સ્પૂન

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાટાને બરાબર ધોઈ લો.
  2. ત્યારબાદ તેના છાલ સાથે થોડા મોટા ટુકડા કરી લો.
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, અજમો, મેથી ના દાણા, તમાલપત્ર, સૂકા લાલ મરચાં ઉમેરો.
  4. રાઈ તતડે એટલે તેમાં હિંગ અને લીમડાના પાન ઉમેરો.
  5. હવે તેમાં લગભગ બે કપ જેટલું પાણી ઉમેરીને ઉકળવા દો.
  6. પાણી ઉકળે એટલે તેમાં સમારેલા બટાકા ઉમેરો.
  7. મીઠું અને હળદર ઉમેરો.
  8. ઢાંકણ ઢાંકી તેને ચઢવા દો.
  9. થોડા થોડા સમયે ઢાકણ ખોલી શાક હલાવતા રહો.
  10. બટાકા બરાબર ચઢી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમલીનો પલ્પ અને ગોળ ઉમેરો.
  11. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી ફરીથી ઢાંકીને ૨-૩ મિનિટ સુધી થવા દો.
  12. છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરીને ગેસ બંધ કરી દો.
  13. તૈયાર છે છાલ વાળા બટાકા નુ રસાવાળુ શાક. ગરમાગરમ પૂરી સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર