બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ | Brown Basmati Rice pulav Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  14th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Brown Basmati Rice pulav by Rupa Thaker at BetterButter
બ્રાઉન બાસમતી રાઇસ પુલાવby Rupa Thaker
  • તૈયારીનો સમય

    50

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

2

0

બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ વાનગીઓ

બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ Ingredients to make ( Ingredients to make Brown Basmati Rice pulav Recipe in Gujarati )

  • ૧ બાઉલ બ્રાઉન બાસમતી રાઇસ
  • ૧\૨ નાની વાટકી સમારેલા બટેટા
  • ૧\૨ નાની વાટકી સમારેલા ગાજર
  • ૧\૨ નાની વાટકી સમારેલી ફણસી
  • ૧\૨ નાની વાટકી ફ્લાવર
  • ૧\૩ નાની વાટકી કેપ્સીકમ
  • ૧\૩ નાની વાટકી બાફેલી અમેરિકન મકાઈ
  • ૧ મિડીયમ ટમેટુ
  • ૧ લીલુ મરચું
  • અડધી ચમચી લીંબુનો રસ
  • વઘાર માટે
  • ૨ ચમચી ઘી અને ૨ ચમચી તેલ મીક્સ
  • ૨ કે ૩ લવીંગ
  • ૨ ટુકડા તજ
  • ટુકડા તેજ પત્તા
  • અડધી ચમચી જીરું
  • ચપટી હીંગ
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી લાલ મરચું
  • મીઠુ સ્વાદ મુજબ
  • કોથમીર ૧ ચમચો

How to make બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ

  1. સૌ પ્રથમ બ્રાઉન બાસમતી રાઇસ લેવા.
  2. તેને ૩૦ મીનીટ સુધી પલાળવા.
  3. ત્યાર બાદ તે પાણી કાઢી લેવુ અને બ્રાઉન રાઇસ ને બાફવા મુકવા ૧૦ થી ૧૫ મીનીટ સુધી.
  4. રાઇસ ને ચારણી મા કાઢી લેવા.
  5. ગાજર, બટેટા, ફણસી, ફ્લાવર બધા ને કુકર મા ૩ સીટી એ બાફવા.
  6. એક કડાઈ મા તેલ અને ઘી મીક્સ કરવા ગરમ થાય એટલે તેમા તજ, લવીંગ, તેજપત્તા, જીરુ અને હીંગ નાખવા.
  7. પછી કેપ્સીકમ નાખી સાતળવુ.
  8. બધા બાફેલા શાકભાજી નાખી હલાવવું.
  9. તેમા લીલા મરચાં નાના ટુકડા નાખીવા અને બાફેલી મકાઈ ના દાણા અને ટમેટા ની ચીર કરી નાખવુ.
  10. પછી તેમા બધા મસાલા નાખી લીંબુનો રસ નાખવો.
  11. છેલ્લે રાઇસ નાખી હલાવવુ.
  12. હવે બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ તૈયાર.

Reviews for Brown Basmati Rice pulav Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો