Open in app

બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  50 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rupa Thaker14th Oct 2018

Brown Basmati Rice pulav ના વિશે

Ingredients to make Brown Basmati Rice pulav in gujarati

  • ૧ બાઉલ બ્રાઉન બાસમતી રાઇસ
  • ૧\૨ નાની વાટકી સમારેલા બટેટા
  • ૧\૨ નાની વાટકી સમારેલા ગાજર
  • ૧\૨ નાની વાટકી સમારેલી ફણસી
  • ૧\૨ નાની વાટકી ફ્લાવર
  • ૧\૩ નાની વાટકી કેપ્સીકમ
  • ૧\૩ નાની વાટકી બાફેલી અમેરિકન મકાઈ
  • ૧ મિડીયમ ટમેટુ
  • ૧ લીલુ મરચું
  • અડધી ચમચી લીંબુનો રસ
  • વઘાર માટે
  • ૨ ચમચી ઘી અને ૨ ચમચી તેલ મીક્સ
  • ૨ કે ૩ લવીંગ
  • ૨ ટુકડા તજ
  • ટુકડા તેજ પત્તા
  • અડધી ચમચી જીરું
  • ચપટી હીંગ
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી લાલ મરચું
  • મીઠુ સ્વાદ મુજબ
  • કોથમીર ૧ ચમચો

How to make Brown Basmati Rice pulav in gujarati

  1. સૌ પ્રથમ બ્રાઉન બાસમતી રાઇસ લેવા.
  2. તેને ૩૦ મીનીટ સુધી પલાળવા.
  3. ત્યાર બાદ તે પાણી કાઢી લેવુ અને બ્રાઉન રાઇસ ને બાફવા મુકવા ૧૦ થી ૧૫ મીનીટ સુધી.
  4. રાઇસ ને ચારણી મા કાઢી લેવા.
  5. ગાજર, બટેટા, ફણસી, ફ્લાવર બધા ને કુકર મા ૩ સીટી એ બાફવા.
  6. એક કડાઈ મા તેલ અને ઘી મીક્સ કરવા ગરમ થાય એટલે તેમા તજ, લવીંગ, તેજપત્તા, જીરુ અને હીંગ નાખવા.
  7. પછી કેપ્સીકમ નાખી સાતળવુ.
  8. બધા બાફેલા શાકભાજી નાખી હલાવવું.
  9. તેમા લીલા મરચાં નાના ટુકડા નાખીવા અને બાફેલી મકાઈ ના દાણા અને ટમેટા ની ચીર કરી નાખવુ.
  10. પછી તેમા બધા મસાલા નાખી લીંબુનો રસ નાખવો.
  11. છેલ્લે રાઇસ નાખી હલાવવુ.
  12. હવે બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ તૈયાર.

Reviews for Brown Basmati Rice pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Brown Basmati Rice pulav in gujarati

  • બ્રાઉન રાઇસ હલવા

    1 likes
  • બ્રાઉન રાઇસ તહેરી

    4 likes