હોમ પેજ / રેસિપી / બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ

Photo of Brown Basmati Rice pulav by Rupa Thaker at BetterButter
426
5
0.0(0)
0

બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ

Oct-14-2018
Rupa Thaker
50 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ રેસીપી વિશે

બ્રાઉન રાઇસ ખૂબજ હેલ્થી હોય છે વાઇટ રાઇસ કરતા. સામાન્ય સાદા બ્રાઉન રાઇસ ટેસ્ટ મા બહુ સારા ન લાગે પણ તેની બિરયાની અને પુલાવ ખૂબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • બાફવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ બાઉલ બ્રાઉન બાસમતી રાઇસ
  2. ૧\૨ નાની વાટકી સમારેલા બટેટા
  3. ૧\૨ નાની વાટકી સમારેલા ગાજર
  4. ૧\૨ નાની વાટકી સમારેલી ફણસી
  5. ૧\૨ નાની વાટકી ફ્લાવર
  6. ૧\૩ નાની વાટકી કેપ્સીકમ
  7. ૧\૩ નાની વાટકી બાફેલી અમેરિકન મકાઈ
  8. ૧ મિડીયમ ટમેટુ
  9. ૧ લીલુ મરચું
  10. અડધી ચમચી લીંબુનો રસ
  11. વઘાર માટે
  12. ૨ ચમચી ઘી અને ૨ ચમચી તેલ મીક્સ
  13. ૨ કે ૩ લવીંગ
  14. ૨ ટુકડા તજ
  15. ટુકડા તેજ પત્તા
  16. અડધી ચમચી જીરું
  17. ચપટી હીંગ
  18. અડધી ચમચી હળદર
  19. અડધી ચમચી ગરમ મસાલો
  20. અડધી ચમચી લાલ મરચું
  21. મીઠુ સ્વાદ મુજબ
  22. કોથમીર ૧ ચમચો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બ્રાઉન બાસમતી રાઇસ લેવા.
  2. તેને ૩૦ મીનીટ સુધી પલાળવા.
  3. ત્યાર બાદ તે પાણી કાઢી લેવુ અને બ્રાઉન રાઇસ ને બાફવા મુકવા ૧૦ થી ૧૫ મીનીટ સુધી.
  4. રાઇસ ને ચારણી મા કાઢી લેવા.
  5. ગાજર, બટેટા, ફણસી, ફ્લાવર બધા ને કુકર મા ૩ સીટી એ બાફવા.
  6. એક કડાઈ મા તેલ અને ઘી મીક્સ કરવા ગરમ થાય એટલે તેમા તજ, લવીંગ, તેજપત્તા, જીરુ અને હીંગ નાખવા.
  7. પછી કેપ્સીકમ નાખી સાતળવુ.
  8. બધા બાફેલા શાકભાજી નાખી હલાવવું.
  9. તેમા લીલા મરચાં નાના ટુકડા નાખીવા અને બાફેલી મકાઈ ના દાણા અને ટમેટા ની ચીર કરી નાખવુ.
  10. પછી તેમા બધા મસાલા નાખી લીંબુનો રસ નાખવો.
  11. છેલ્લે રાઇસ નાખી હલાવવુ.
  12. હવે બ્રાઉન બાસમતી રાઇસ પુલાવ તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર