હોમ પેજ / રેસિપી / હેલ્ધી સીક કબાબ

Photo of Helthy Sik Kabab by Kalpana Parmar at BetterButter
420
2
0.0(0)
0

હેલ્ધી સીક કબાબ

Oct-14-2018
Kalpana Parmar
8 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્ધી સીક કબાબ રેસીપી વિશે

ફણગાવેલાં મગ ને વધેલા ભાત થી બનાવેલાં સીક કબાબ ખાવા ખુબજ સોફ્ટ છે ને ટેસ્ટ પણ ખુબજ સારો લાગે છે પાર્ટી માટે કે મેહમાન માટે બનાવી શકાય ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ગ્રીલ્લીંગ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ રાંધેલા ભાત
  2. 1/2 કપ ફણગાવેલાં મગ
  3. 1 મોટું બટાકું બાફેલું
  4. 1 ગાજર ખમણેલું
  5. 1 કેપસિકમ ઝીણું સમારેલું
  6. 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ
  7. 2 મોટી ચમચી લીલાં ધાણા ઝીણા સમારેલાં
  8. 1 મોટી ચમચી ફુદીનો ઝીણો સમારેલો
  9. 1 લીંબૂ નો રસ
  10. 2 મોટી ચમચી શેકેલાં ચણાનો પાવડર
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. તેલ જરૂર મુજબ
  13. કબાબ બનાવવાં માટે સળી

સૂચનાઓ

  1. ફણગાવેલાં મગ ને મિક્સર માં દરદરા પીસી લો.
  2. ભાત ને એક મોટા વાડકા માં લઇ ને હાથ થી મસરી લો.
  3. ભાત માં ફણગાવેલા મગ આદું મરચાં ની પેસ્ટ બાફેલું બટાકું મસરીને મિક્સ કરો.
  4. લીલાં ધાણા ફુદીનો ગાજર કેપસિકમ મીઠું ચણાનો પાવડર લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી દો.
  5. બાર્બેકયુ કરવાની સળી ના બે ટુકડા કરો તેના પર કબાબ નો શેપ આપી દો.
  6. નોનસ્ટિક તવી કે ગ્રીલ પર 1 ચમચી તેલ લઇ બધી સાઈડ થી શેકી લો.
  7. ગરમા ગરમ સોંસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર