લૌકી અનારકલી | Lauki Anarkali Sabji Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  14th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Lauki Anarkali Sabji by Rani Soni at BetterButter
લૌકી અનારકલીby Rani Soni
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

3

0

લૌકી અનારકલી વાનગીઓ

લૌકી અનારકલી Ingredients to make ( Ingredients to make Lauki Anarkali Sabji Recipe in Gujarati )

  • 4 ચમચી છીણેલી દૂધી
  • 2 ચમચી પિસ્તા ની પેસ્ટ
  • 1 લીલું મરચું સમારેલું
  • 1 ચમચી કોથમીર
  • 1 ચમચી કાપેલ ગુલાબ ની પાંદડી
  • ગ્રેવી માટે:
  • 4 ચમચી તેલ
  • 1/4 કપ કાજુ
  • 1 ચમચી મગજતરી ના બીયાં
  • 5 ટામેટા સમારેલ
  • 2 લીલા મરચા
  • 1 આદુ ટુકડો
  • 1/4 નાની ચમચી જીરૂ
  • 2 તમાલપત્ર
  • 1 તજ નો ટુકડો
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલા
  • 1 ચમચી ધાણાજીરૂ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી ક્રીમ
  • સ્વાદમુજબ મીઠું
  • 1 ચમચી કસૂરી મેથી

How to make લૌકી અનારકલી

  1. છીણેલી દૂધી ને ગરમ પાણી માં નાંખી 3-4 મિનીટ ઉકાળો.
  2. બફાઈ જાય અેટલે ચારણી માં કાઢી લો.
  3. થોડું ઠંડુ પડે અેટલે પિસ્તા ની પેસ્ટ, લીલું મરચું સમારેલું અને સમારેલ કોથમીર નાંખી સાઈડ પર મૂકો.
  4. ગ્રેવી માટે: કાજુ ,મગજતરી ના બીયાં ને ગરમ પાણી માં 20 મિનીટ માટે પલાળી લો.
  5. 20 મિનીટ માટે પાણી માંથી નિતારી લો અેક પેન માં 2 ચમચી તેલ ઉમેરો.
  6. તેમાં ટામેટા,આદુ ઉમેરો હવે ઢાંકી લો જયારે સુધી ટામેટા સોફટ થાય.
  7. હવે ગેસ બંધ કરી દો.
  8. ઠંડુ થાય અેટલે મિક્સર જાર માં કાજુ ,મગજતરી ના બીયા,ટામેટા, લીલું મરચુ નાંખી પીસી લો.
  9. એક પેન માં 2 ચમચી તેલ લઈ જીરૂ નાંખો હવે તજપાન,તજ નો ટુકડો નાંખો સાંતળો.
  10. હવે હળદર, લાલ મરચું ,ધાણા પાવડર ઉમેરો પિસેલી ટામેટા -કાજુ ની પેસ્ટ નાંખો.
  11. મીઠું ઉમેરો મિકસ કરો થોડું સાંતળો.
  12. ખાંડ નાંખો મિકસ કરો.
  13. 1/4 કપ પાણી નાંખો મીક્સ કરો.
  14. ઢાંકણ ઢાંકી 5 -7 મિનિટ ઉકાળો.
  15. હવે ક્રીમ ઉમેરો 1 મિનિટ માટે સાંતળો.
  16. ગરમ મસાલા ઉમેરો અને મિકસ કરો.
  17. કસૂરી મેથી ઉમેરો મિકસ કરો.
  18. ગ્રેવી તૈયાર છે.
  19. સર્વિંગ ડીશ માં ગ્રેવી મૂકી ગ્રેવી ઉપર છીણેલી દૂધી, કાપેલ ગુલાબ ની પાંદડી નાંખી પિરસો.
  20. લૌકી અનારકલી સબ્જી તૈયાર છે તેને રોટી જોડે પિરસો.

Reviews for Lauki Anarkali Sabji Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો