હોમ પેજ / રેસિપી / લૌકી અનારકલી

Photo of Lauki Anarkali Sabji by Rani Soni at BetterButter
1034
4
0.0(0)
0

લૌકી અનારકલી

Oct-14-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લૌકી અનારકલી રેસીપી વિશે

લૌકી અનારકલી અે છીણેલી અને બાફેલ દૂધી માં પિસ્તા ની પેસ્ટ નાંખી ગ્રેવી બનાઈ પિરસી છે.જે એકદમ યુનિક સબ્જી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 ચમચી છીણેલી દૂધી
  2. 2 ચમચી પિસ્તા ની પેસ્ટ
  3. 1 લીલું મરચું સમારેલું
  4. 1 ચમચી કોથમીર
  5. 1 ચમચી કાપેલ ગુલાબ ની પાંદડી
  6. ગ્રેવી માટે:
  7. 4 ચમચી તેલ
  8. 1/4 કપ કાજુ
  9. 1 ચમચી મગજતરી ના બીયાં
  10. 5 ટામેટા સમારેલ
  11. 2 લીલા મરચા
  12. 1 આદુ ટુકડો
  13. 1/4 નાની ચમચી જીરૂ
  14. 2 તમાલપત્ર
  15. 1 તજ નો ટુકડો
  16. 1/2 ચમચી હળદર
  17. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  18. 1/2 ચમચી ગરમ મસાલા
  19. 1 ચમચી ધાણાજીરૂ
  20. 1 ચમચી ખાંડ
  21. 1 ચમચી ક્રીમ
  22. સ્વાદમુજબ મીઠું
  23. 1 ચમચી કસૂરી મેથી

સૂચનાઓ

  1. છીણેલી દૂધી ને ગરમ પાણી માં નાંખી 3-4 મિનીટ ઉકાળો.
  2. બફાઈ જાય અેટલે ચારણી માં કાઢી લો.
  3. થોડું ઠંડુ પડે અેટલે પિસ્તા ની પેસ્ટ, લીલું મરચું સમારેલું અને સમારેલ કોથમીર નાંખી સાઈડ પર મૂકો.
  4. ગ્રેવી માટે: કાજુ ,મગજતરી ના બીયાં ને ગરમ પાણી માં 20 મિનીટ માટે પલાળી લો.
  5. 20 મિનીટ માટે પાણી માંથી નિતારી લો અેક પેન માં 2 ચમચી તેલ ઉમેરો.
  6. તેમાં ટામેટા,આદુ ઉમેરો હવે ઢાંકી લો જયારે સુધી ટામેટા સોફટ થાય.
  7. હવે ગેસ બંધ કરી દો.
  8. ઠંડુ થાય અેટલે મિક્સર જાર માં કાજુ ,મગજતરી ના બીયા,ટામેટા, લીલું મરચુ નાંખી પીસી લો.
  9. એક પેન માં 2 ચમચી તેલ લઈ જીરૂ નાંખો હવે તજપાન,તજ નો ટુકડો નાંખો સાંતળો.
  10. હવે હળદર, લાલ મરચું ,ધાણા પાવડર ઉમેરો પિસેલી ટામેટા -કાજુ ની પેસ્ટ નાંખો.
  11. મીઠું ઉમેરો મિકસ કરો થોડું સાંતળો.
  12. ખાંડ નાંખો મિકસ કરો.
  13. 1/4 કપ પાણી નાંખો મીક્સ કરો.
  14. ઢાંકણ ઢાંકી 5 -7 મિનિટ ઉકાળો.
  15. હવે ક્રીમ ઉમેરો 1 મિનિટ માટે સાંતળો.
  16. ગરમ મસાલા ઉમેરો અને મિકસ કરો.
  17. કસૂરી મેથી ઉમેરો મિકસ કરો.
  18. ગ્રેવી તૈયાર છે.
  19. સર્વિંગ ડીશ માં ગ્રેવી મૂકી ગ્રેવી ઉપર છીણેલી દૂધી, કાપેલ ગુલાબ ની પાંદડી નાંખી પિરસો.
  20. લૌકી અનારકલી સબ્જી તૈયાર છે તેને રોટી જોડે પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર