હોમ પેજ / રેસિપી / ઝટપટ ભટુરા

Photo of Quick Bhatura by Hiral Pandya Shukla at BetterButter
78
2
0.0(0)
0

ઝટપટ ભટુરા

Oct-15-2018
Hiral Pandya Shukla
20 મિનિટ
તૈયારી નો સમય
4 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝટપટ ભટુરા રેસીપી વિશે

છોલે સાથે ભટુરા હોય તો મજા આવી જાય પણ ભટુરા ના લોટ ને સેટ થાતા વાર લાગે એટલે કંટાળો આવે છે એટલે આ રીતે કરીએ તો જલદી બની જાય છે. એકદમ નરમ અને સરસ બને છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • ડીનર પાર્ટી
 • ભારતીય
 • બાફવું
 • તળવું
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

 1. મેંદો ૨૫૦ ગ્રામ
 2. સુજી ૫૦ ગ્રામ
 3. દહી અડધો કપ
 4. તેલ ૨ ચમચી
 5. બેકીંગ સોડા ૧\૪ ચમચી
 6. મીઠું સ્વાદ અનુસાર
 7. તેલ તળવા માટે
 8. બટેટા ૧૫૦ ગ્રામ બાફેલા

સૂચનાઓ

 1. એક વાસણ માં બટેટા ખમણી લો.
 2. બીજા વાસણ માં મેંદો, સુજી,દહી, મીઠું, સોડા, તેલ અને બટેટા નાખી મિક્સ કરો.
 3. પાણી થી પરોઠા જેવો લોટ બાંધો.
 4. હાથમાં તેલ લગાવીને મસળો.
 5. ૧૫-૨૦ મીનીટ રહેવા દો.
 6. હાથ પર તેલ લગાવીને મસળી અને ગોળા બનાવી લો.
 7. તેલ ગરમ થવા મુકી દો.
 8. પાટલી ઉપર તેલ લગાવીને ગોળા ને હાથ થી થોડો ફેલાવો પછી વેલણ થી પાતળું વણી લો.
 9. ગરમ તેલમાં પૂરી ની જેમ સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.
 10. ગરમાગરમ છોલે સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર