ફરાળી પેટીસ | Farali Pattice Recipe in Gujarati

ના દ્વારા Bhavana Kataria  |  15th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Farali Pattice by Bhavana Kataria at BetterButter
ફરાળી પેટીસby Bhavana Kataria
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

10

0

ફરાળી પેટીસ વાનગીઓ

ફરાળી પેટીસ Ingredients to make ( Ingredients to make Farali Pattice Recipe in Gujarati )

 • બહારી પડ માટે
 • ૨ કપ બાફેલા બટેટા
 • ૩ મોટી ચમચી આરા નો લોટ
 • સિંધવ મીઠું સ્વાદાનુસાર
 • સ્ટફિંગ માટે
 • ૧/૪ કપ ખમણેલું કોપરું
 • ૩ મોટી ચમચી શીંગ ના દાણા
 • ૩ મોટો ચમચી કાજુ
 • ૨ ચમચી કીશમિશ
 • ૧/૨ નાની ચમચી ખાંડ
 • ૧/૨ કપ બારીક સમારેલી કોથમરી
 • ૧ નાની ચમચી લીલા મરચાં ની પેસ્ટ
 • સિંધવ મીઠું સ્વાદ મુજબ
 • ૨ ચમચી ઘી (શેકવા માટે)
 • તળવા માટે તેલ

How to make ફરાળી પેટીસ

 1. એક બાઉલ લો.
 2. તેમાં બાફેલા બટાકા નાખો.
 3. તેને મેશર થી બરાબર મેશ કરી લો.
 4. હવે તેમાં આરા નો લોટ ઉમેરો.
 5. સ્વાદાનુસાર મીઠું નાખો.
 6. હાથ ની હથેળી વડે બરાબર મિક્સ કરી લો.
 7. તેને કવર કરી ને એક તરફ મૂકો.
 8. એક નાની કડાઈ લો.
 9. તેમાં થોડું ઘી ઉમેરો.
 10. ઘી ગરમ થાય એટલે તેમાં શિંગ ના દાણા શેકી લો.
 11. ધીમા તાપે શેકો.
 12. કરકરા થાય ત્યાં સુધી શેકો.
 13. ત્યાર બાદ એક વાડકા માં કાઢી લો.
 14. હવે તે કડાઈ મા થોડુ ઘી ગરમ કરવા મૂકો.
 15. તેમાં કાજુ ને શેકી લો.
 16. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો.
 17. એક વાડકા માં કાઢી ને એક તરફ મૂકો.
 18. હવે એક મિક્સર ની જાર લો.
 19. તેમાં શેકેલી શીંગ અને કાજુ નાખી ને અધકચરા ક્રશ કરી લો.
 20. હવે એક બાઉલ લો.
 21. તેમાં ખમણેલું નાળિયેર ઉમેરો.
 22. ક્રશ કરેલા કાજુ અને શીંગ પણ નાખો.
 23. હવે તેમાં કિશમિશ, ખાંડ, લીંબુ નો રસ, કોથમીર અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો.
 24. સ્વાદાનુસાર મીઠું નાખો.
 25. બધી સામગ્રી ને બરાબર મિક્સ કરી લો.
 26. હવે તૈયાર કરેલા બટેટા ના મિશ્રણ ના નાના નાના મિડિયમ સાઇઝ ના ગોળા બનાવી લો.
 27. એક ગોળો લો અને તેને હાથ ની હથેળી વડે ફેલાવી લો. (ગોળાકાર)
 28. હવે તેમાં તૈયાર કરેલ કોપરા નું મિશ્રણ નાંખો.
 29. કોર ને ભેગી કરી ને પેટીસ ના આકર માં ગોળ વાળી લો.
 30. આ રીતે બધી પેટીસ બનાવી લો અને એક તરફ મૂકો.
 31. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
 32. તેલ ગરમ થાય એટલે પેટીસ ને તળી લો.
 33. ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
 34. પેટીસ ને પેપર ટાવેલ ઉપર નાખી ને નીતરવા દો.
 35. ગરમાગરમ કોથમીર અને શીંગ ની ચટણી સાથે સર્વ કરો.

My Tip:

તમે ફરાળ માટે આ રેસિપી બનાવો તો આરા અથવા શિંગોડાના લોટ નો ઉપયોગ કરો. આ સિવાય તમે ચોખા અને કોર્નફ્લોર નો ઉપયોગ કરી શકો.

Reviews for Farali Pattice Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો